જિલ્લા આરોગ્ય તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ-ધારપુર ખાતે તા. 18ના રોજ સવારે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદ સભ્ય ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને આયોજીત આરોગ્ય મેળામાં વિવિધ નિષ્ણાંત તબીબો દ્વારા જરૂરી માર્ગદર્શન અને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે.
જિલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટી, તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીના માર્ગદર્શન હેઠળ આયોજીત આરોગ્યમેળાનો મુખ્ય ઉદેશ્ય લોકોને તેમના સ્વાસ્થ્ય અંગેની પુરતી જાણકારી, માર્ગદર્શન, નિદાન, અને સારવારની નિઃશુલ્ક સેવાઓ આપવાનો છે. જિલ્લાના દુર-દુરના વિસ્તારમાં જુદી-જુદી બીમારીઓથી લોકો પીડાતા તમામ લોકોને આરોગ્ય મેળામાં સાચી સમજ અને યોગ્ય માર્ગદર્શનથી સારવાર આપવામાં આવશે. આરોગ્ય મેળામાં સારવારની જુદી- જુદી પદ્ધતિઓ જેવી કે, એલોપથી, હોમિયોપેથી, આયુર્વેદિક વગેરે દ્વારા નિદાન આપવામાં આવશે.
વિવિધ રાષ્ટ્રીય આરોગ્યલક્ષી કાર્યક્રમો જેવા કે, ક્ષય, રક્તપીત, મેલેરીયા, ડેન્ગ્યુ, અંધત્વ નિવારણ, એચ.આઈ.વી.એઈડ્સ, માતા અને બાળકોની સેવાઓ, રસીકરણ, પોષણ, કુટુંબ કલ્યાણ સેવાઓ.ડાયાબીટીસ, કેન્સર, નશીલા પદાર્થો અને તમાકુના – સેવનથી થતા રોગો, વાતાવરણીય સ્વચ્છતા, વગેરેની માહિતી પુરી પાડવામાં આવશે. મેળામાં જુદા-જુદા રોગોના નિષ્ણાંત તબીબો જેવા
કે, બાળરોગ નિષ્ણાંત, જનરલ સર્જન, મેડીસીન(ફિઝીશીયન), ચામડીના રોગોના નિષ્ણાંત, દાંતના રોગોના નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત, હાડકાના રોગોના નિષ્ણાંત, નાક-કાન-ગળાના નિષ્ણાંત, આંખના રોગોના નિષ્ણાંત, તેમજ માનસિક રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓનું નિદાન, તપાસ કરવામાં આવશે. દવાઓ તેમજ લેબોરેટરી અને “ રેડીયોલોજી સેવાઓ તથા જરૂરી માર્ગદર્શન સ્થળ પર નિઃશુલ્ક આપવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર તરફથી જિલ્લાના તમામ લોકોને આરોગ્યમેળાનો લાભ લેવા વિનંતી કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.