તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વય નિવૃત્તિ:હેમ.ઉ.ગુ.યુનિ.ના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 10 કર્મચારીઓનો સમૂહ નિવૃત્તિ વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી પરિવાર દ્વારા નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓને મોમેન્ટો આપી નિવૃત્ત જીવનની શુભકામના પાઠવી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી વય મર્યાદાને લીધે નિવૃત્ત થતા 10 જેટલા કર્મચારીઓનો સમૂહ નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ સોમવારના રોજ યુનિવર્સિટી કુલપતિના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

વર્ષો સુધી યુનિવર્સિટીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનારા અને વયમર્યાદાને લીધે નિવૃત્ત થતા કર્મચારીઓમા અશોકભાઈ એમ ત્રિવેદી, જી.પી.ઝાલા, અમરીશભાઈ ત્રિવેદી, એન એમ મહેતા, બી એન શાસ્ત્રી,એમ ટી વ્યાસ,જી એન પંચાલ, કિશોરભાઈ એચ રાજપૂત, એ એમ પંચાલ અને વી એસ પટેલ મળી કુલ 10 કર્મચારીઓને યુનિવર્સિટી સ્ટાફ પરિવાર દ્વારા વિવિધ મોમેન્ટો આપી નિવૃત્ત જીવનની શુભકામના સાથે હુંફાળો વિદાયમાંન આપવામાં આવ્યું હતું.

વય મર્યાદા ને લઈને વિદાય લઈ રહેલા કર્મચારીઓએ પણ યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડા સહિત સ્ટાફ પરિવાર દ્વારા મળેલા સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...