આયોજન:સ્થાપના દિવસે CMએ જાહેર કરેલ 5 કરોડની ગ્રાન્ટ વિકાસ માટે વાપરવા આયોજન કરાશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઢી કરોડ જિલ્લા વિકાસ અધિકારી અને અઢી કરોડ કલેકટરને ફાળવાયા

પાટણ શહેરમાં પ્રથમવાર 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. સ્થાપના દિવસની ભેટ રૂપે મુખ્યમંત્રી દ્વારા પાટણ જિલ્લાના વિકાસ માટે 5 કરોડની ગ્રાન્ટ ની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.તાજેતરમાં સરકાર દ્વારા પાંચ કરોડની ગ્રાન્ટ જિલ્લા આયોજન વિભાગમાં ફાળવણી કરવામાં આવતા બંને કચેરીઓને અઢી- અઢી કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવી છે.

પાટણમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે પાટણ જિલ્લાના સંબોધન દરમિયાન વધુ વિકાસના કાર્યો કરવા માટે રાજ્યના સ્થાપના દિવસની ભેટ સ્વરૂપે પાંચ કરોડ રૂપિયા ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાંથી 2.5 કરોડ રૂપિયાના વિકાસના કાર્યો કરવા માટે કલેક્ટર કચેરી તેમજ 2.5 કરોડ રૂપિયાના કામ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જાહેર કરેલી કુલ પાંચ કરોડની ગ્રાન્ટ સરકાર દ્વારા તાજેતરમાં આયોજન વિભાગને ફાળવણી કરવામાં આવી હતી.

જેમાંથી આયોજન વિભાગ દ્વારા અઢી કરોડ રૂપિયા પાટણ જિલ્લા પંચાયતને અર્પણ કરવામાં આવ્યા હતા. જેમને ખાતામાં જમા પણ લઈ લીધા છે. તેમજ અઢી કરોડ રૂપિયા કલેક્ટર કચેરીને ફાળવણી કરવામાં આવી છે. આ ગ્રાન્ટ કયા કામોમાં અને કયા વિસ્તારોમાં વાપરવામાં આવશે તેના માટે સરકાર દ્વારા ટૂંક સમયમાં ગાઈડ લાઈન જાહેર કરવામાં આવનાર છે. તે ગાઈડ લાઈન આધારે પાટણ જિલ્લામાં આ રકમમાંથી વિકાસના કાર્યો કરવામાં આવશે તેવું જિલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...