ઝુલુસ:પાટણમાં ઈદે મીલાદુન્નબી પ્રસંગે ભવ્ય ઝુલુસ નીકળ્યું, મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

પાટણ2 મહિનો પહેલા
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલુ ઝુલુસ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત પોતાના મહોલ્લામાં ગયું

પાટણ શહેરમાં મંગળવારના રોજ ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફાની વિલાદતની યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે શહેરમાં ઇદે મિલાદુન્નબીનું ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.

ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મહંમદ મુસ્તફાની વિલાદતની યાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદુન્નબીના પર્વ પ્રસંગે આજ રોજ શહેરના ઈકબક ચોકથી ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું .જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા .

આ ઝુલૂસમાં વિવિધ બેનરો અને સરકાર કી આમદ મરહબાના ઝંડાઓ ભારે આકર્ષણ જમાવ્યુ હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલુ ઝુલુસ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત પોતાના મહોલ્લામાં ગયું હતું. આ ઝુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ વડીલો યુવાનાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...