આયોજન:પાટણમાં પ્રગતિ મેદાન ખાતે 22મેના સાંજે ભવ્ય વિરાંજલી કાર્યક્રમ યોજાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંઇરામ દવે સહિત 100 કલાકારો રંગભૂમિ પર શહીદોની શહાદતનો ઈતિહાસ પ્રતિષ્ઠ સંગીતના સમન્વય સાથે રજૂ કરશે

પાટણ ખાતે સૌ પ્રથમવાર શહીદોની શહાદત અને સંગ્રામની ગાથા રજૂ કરતો વિરાંજલી કાર્યક્રમનું આગામી ૨૨ મેના રોજ રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા વહિવટી તંત્રના સંયુકત ઉપક્રમે આયોજન કરાયું છે. જેમાં પ્રતિષ્ઠિત કલાકાર સાંઇરામ દવે તેમજ તેમના કલાકારો ટીમ દેશભક્તિની થીમ સાથે વિરાંજલી કાર્યક્રમ રજૂ કરશે.

રાજ્યમાં યુવાવર્ગ અને લોકો સમક્ષ 1857 થી 1931 સુધી ના સ્વતંત્ર સંગ્રામની ગાથા સાથે વીર શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ સહિત ઝાંસીની રાણી જેવા મહાન પુરુષોની ગાથા લોકો સમક્ષ રજૂ કરવા માટે પ્રતિષ્ઠિત કલાકાર સાઇરામ દવેની 100 કલાકારોની ટીમ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને લોકોમાં દેશભક્તિની ભાવના જગાડવા માટે તૈયાર કરવામાં આવેલ વિરાંજલી કાર્યક્રમ કરવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવી છે આ કાર્યક્રમ રાજ્યમાં ફક્ત 10 સ્થળો ઉપર યોજાનાર છે.

સૌ પ્રથમ કાર્યક્રમ પાટણ ખાતે 22 મે ના રોજ સાંજે પ્રગતિ મેદાન ખાતે યોજાનાર છે જેમાં સાંઇરામ દવે સહિતના કલાકારો બે કલાક દરમિયાન શહીદો ની ગાથા સંગ્રામ ની વિવિધ કહાની રજૂ કરવામાં આવશે.આ કાર્યક્રમની મિટિંગમાં નાયબ અધિક કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી , સાંઇ રામ દવે , ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, જિલ્લા પ્રમુખ સહીતનાં આગેવાનો હાજર રહ્યાં હતાં.

વતન પ્રેમની વેક્સિનનાં બુસ્ટર ડોઝ સમાન વિરાંજલી કાર્યક્રમ : સાંઈ રામદવે
કલાકાર સાઇરામ દવે જણાવ્યું હતું કે વિરાંજલી કાર્યક્રમ એક વતન પ્રેમ નો વિચાર છે આજના યુવાધનમાં વતન પ્રેમ જાગે તે માટે વતન પ્રેમની વ્યક્તિમાં આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં રંગભૂમિના ઈતિહાસમાં પ્રથમવાર નાટ્યાત્મક રીતે સંગીત સાથે ઇતિહાસને કલાકારો લોકો સમક્ષ પ્રદર્શિત કરનાર છે. યુવાવર્ગને ગમે તેવા મ્યુઝિક સાથે સમગ્ર નાટ્યાત્મક રચના તૈયાર કરાઈ છે

અન્ય સમાચારો પણ છે...