પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર વધુ એકવાર પોતાના આગવા અંદાજમાં નાચતા જોવા મળ્યા હતા. રાધનપુરમાં યોજાઈ રહેલી ભાગવત સપ્તાહની શોભાયાત્રામાં લોકોની સાથે લવિંગજી ઠાકોર નાચતા જોવા મળ્યા હતા. ભૂતકાળમાં પણ લવિંગજી ઠાકોર નાચતા અને ભજનના કાર્યક્રમમાં ભજન ગાતા પણ જોવા મળ્યા હતા.
રાધનપુરમાં યોજાયેલી શોભાયાત્રામાં મન મૂકીને નાચ્યા
રાધનપુરની સુરભી ગૌશાળા ખાતે આજથી ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે શાંતિકુંજ સોસાયટીથી સુરભી ગૌશાળા સુધી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ શોભાયાત્રામાં જોડાયા હતા અને લોકો સાથે મન મૂકીને નાચતા જોવા મળ્યા હતા.
રાધનપુર બેઠક પર ટિકિટ મળતા ખુશીના માર્યા ઝૂ્મી ઊઠ્યા હતા
પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર ભાજપે લવિંગજી ઠાકોરને ટિકિટ આપતાં લવિંગજી ઠાકોર એક કાર્યક્રમમાં ઢોલના તાલે અન્ય લોકો સાથે ડાન્સ કરતા હોવાનો વીડિયો થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
ભજનના કાર્યક્રમમાં ભજન પણ ગાયું હતું
થોડા સમય પહેલાં લવિંગજી ઠાકોરનો ભજન ગાતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં લવિંગજી ઠાકોર અન્ય કલાકારોની સાથે ભજન ગાતા જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.