સન્માન:પાટણ વિધાનસભાનાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાલેશ ઠક્કરની નિસ્વાર્થ સેવા પ્રવૃતિનો લાભ પાટણ વિધાનસભા વિસ્તાર ની પ્રજા ને મળી રહે તે માટે આગામી ચૂંટણીમાં સહયોગ આપવા અપીલ કરાઇ.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ વિધાનસભાની બેઠક પર "આપ" પાર્ટી માથી પાટણના સેવાભાવી યુવા અગ્રણી અને પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને પાટણની મધ્યમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં તબીબી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા સતત ચાર વષૅ સુધી આંદોલન ચલાવનારા લોહાણા સમાજના યુવા નેતા લાલેશ ઠક્કરના નામની જાહેરાત થતાંની સાથેજ પાટણ વિધાનસભા વિસ્તાર નાં પ્રબુધ્ધ નગરજનોમાં આનંદ છવાઈ જવા પામ્યો છે. ત્યારે આપ પાર્ટીનાં પાટણ વિધાનસભા નાં ઉમેદવાર લાલેશ ઠક્કર નો ગુરુવારે સાંજે શહેરના બગવાડા દરવાજા ખાતે વિવિધ સમાજના આગેવાનો તેમજ તેમનાં સગા સંબંધીઓ અને સ્નેહમિત્રો સહિત આમ આદમી પાર્ટી દ્વારા અભિવાદન સન્માન સમારોહ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ અભિવાદન સન્માન કાર્યક્ર્મ પ્રસંગે પાટણ વિધાનસભા નાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મારી નિઃસ્વાર્થ લોક સેવાને ધ્યાનમાં રાખીને આપ પાર્ટી નાં રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને ગુજરાત પ્રદેશ આપ પાર્ટી નાં અધ્યક્ષ સહિત પાટણ વિધાનસભા આપ પાર્ટી નાં આગેવાનો,કાયૅકરોએ મારી ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. ત્યારે આપ સૌના સાથ સહકાર ની અપેક્ષા સાથે પાટણ વિધાનસભા વિસ્તાર નાં લોક સેવના કામો વધું માં વધું કરી શકું તે માટે આગામી ચૂંટણીમાં સહકાર આપવા વિનંતી કરી હતી.

આપ પાર્ટીના પાટણ વિધાનસભા ચૂંટણી નાં ઉમેદવાર લાલેશ ઠક્કર નાં વિવિધ સમાજના આગેવાનો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો,કાયૅકરો,સગા સંબંધીઓ અને સ્નેહમિત્રો દ્વારા આયોજીત સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એ ઉપસ્થિત રહી ઢોલ, નગારા અને ફટાકડા ની આતસબાજી કરી લાલેશ ઠક્કર ને આગામી વિધાન સભાની ચૂંટણીમાં ખુલ્લું સમથૅન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...