પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે. ત્યારે શુક્રવારની સાંજે પાટણ શહેરની ગણેશ વાડી નજીક પાર્ક કરેલી અલ્ટો કાર નંબરસાથે આ વિસ્તારમાં લડતા બે આખલાઓ અથડાતા કારનો પાછળનો કાચ ફૂટી જતા કાર માલિકને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જોકે આ વિસ્તારના રહીશોએ ગાડીને વધુ નુકસાન થાય તે પહેલા લડતા બંને આંખલાઓને વિસ્તારમાંથી ભગાડ્યા હતા.
પાટણ શહેરમાં અવારનવાર જોવા મળતા આખલા યુદ્ધમાં અનેક નિર્દોષ માનવ જિંદગી શિકાર બનતી હોય છે. તો કેટલાક કિસ્સાઓમાં પાકૅ કરેલા વાહનોને પણ નુકસાન થતું હોય છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોની સમસ્યાને નિવારવા સાચા અર્થમાં રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરે તેવી માંગ શહેરીજનોમાં ઊઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.