યુવતી પર હુમલો:પાટણમાં ગણપતિનો પ્રસાદ આપવા ગયેલી યુવતી પર હુમલો, ગંભીર ઇજાઓ પહોંચી

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણની એક સોસાયટીમાં એક યુવતિ તેમનાં ઘરે બેસાડેલા ગણેશજીનો પ્રસાદ આપવા સોસાયટીનાં અન્ય એક પરિવારનાં ઘેર જતાં પ્રસાદ લેવાની ના પાડીને 'કુતરાને ફેંકી દો, નહિંતર બીજાને આપી દો' તેમ કહીને લોખંડનાં સળીયાથી યુવતિને મારતાં હાથની ટચલી આંગળીએ ઇજા પહોંચી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણનાં ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલી લાલભાઇ પાર્કમાં રહેતા યશવીબેન નરેન્દ્રભાઇ નાયકે ઘરમાં ગણપતિની સ્થાપના કરેલી હોવાથી હોવાથી તેઓ તેમની સસાયટીમાં અશોકભાઇનાં ઘેર પ્રસાદ આપવા જતાં તેઓએ 'અમારે પ્રસાદી લેવી નથી; કુતરાને નાથવા દો કે બીજાને આપી દો' તેમ કહેતાં યુવતિ પોતાનાં ઘેર આપીને તેની માતાને વાત કરી હતી કે, આ લોકો આપણી પ્રસાદી કેમ લેતા નથી. આપણે તેમની સાથે કોઇ ઝઘડો પણ થયો નથી. 'તેમ કરીને યુવતિ ઘર આગળ ઉભા હતા ત્યારે અશોકભાઇ અને અન્ય એક મહિલા લોખંડનો સળીયો લઇને આવ્યા હતા અને ગાળો બોલી યુવતિનાં હાથ ઉપર મારતાં ઇજા થઇ હતી. એક વ્યક્તિ તેમણે સારવાર માટે પાટણમાં ખાનગી દવાખાને લઇ ગયા હતા. ત્યાંથી મહેસાણા ખાતેનાં દવાખાને હાથની સર્જરી કરાવી હતી. આ યુવતિએ પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...