સમસ્યા:પદ્મનાભ ચોકડી પર આખલાના યુદ્ધમાં યુવતી અને બાળકીને અડફેટે લઇ પછાડ્યાં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં રખડતા ઢોરના આતંકનો વધુ બે લોકો ભોગ બન્યા
  • ગણેશ વિસર્જન કરવા​​​​​​​ માટે ગયેલ યુવતીને અડફેટે લેતાં ઇજા

પાટણ શહેરમાં રોજ બરોજ રખડતા ઢોરો દ્વારા રાહદારીઓને અડફેટે ચડાવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવાના બનાવો યથાવત રહેવા પામ્યા છે. રવિવારે પદ્મનાભ ચોકડી પાસે શહેરના ગાયત્રી દર્શન ફ્લેટ પાસે એક યુવતી અને એક બાળકીને રખડતા બે આખલા વચ્ચે સર્જાયેલ યુદ્ધ દરમ્યાન હડફેટે ચડાવી બંનેને પછાડતાં યુવતી અને બાળકી ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

પાટણના ગાયત્રી દર્શન ફ્લેટમાં રહેતા યુવતી ખુશીબેન પ્રજાપતિ અને 6 વર્ષની બાળકી મિત્તલ સેન વિસ્તારના લોકો સાથે રવિવારે સાંજે 4 વાગ્યા આસપાસ શહેરના પદ્મનાભ ચોકડી પાસે ગણેશ વિસર્જન કરવા માટે ગયા હતા. તે દરમ્યાન બાખડેલા બે અાખલાઓ વચ્ચે યુદ્ધ સર્જાયું હતું.જેમાં યુદ્ધ દરમ્યાન આખલાઓ મહિલા અને બાળકીને હડફેટે લઇ ફંગોળતા રસ્તા પર પછાડયા હતા.

જેને લઇ યુવતી અને બાળકી બન્નેને ઇજાઓ થતા સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યુવતી ખુશી પ્રજાપતિને છતીનો કાંઠલો ભાગી ગયો હતો .જયારે બાળકીને સામાન્ય ઇજા થઇ હતી.ઘટનાના પગલે બંનેના પરિવાર જનો હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા.

શહેરમાં વધુ બે બીજા કેસ મળી એક સપ્તાહમાં જ સાત જેટલા લોકોને રખડતા ઢોરોએ ગંભીર રીતે ઘાયલ કરવાના બનાવોને લઈ લોકોમાં ભય પ્રસર્યો છે. પાલિકા મૌન બની ઢોરો પકડવાની કાર્યવાહી ના કરતા લોકોમાં આક્રોશ ચરમશીમાએ પહોંચ્યો છે. તેનું પરિણામ ચૂંટણીમાં સતાધીશોને ભોગવવું પડશે તેવી લોકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...