તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાબડુ:પાટણના સાતુન ગામની સીમમાંથી પસાર થતી નાની પીપળી ડિસ્ટીક કેનાલમાં ગાબડું પડ્યું

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેનાલોની કામગીરીમાં ભષ્ટ્રાચાર આચરાયો હોવાનાં આક્ષેપ ઉઠ્યા

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસાની શરૂઆત બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો દ્વારા વાવણી કરાયેલા પાક નિષ્ફળ જવાની સંભાવના પ્રબળ બની છે, ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર પંથકના ખેડૂતો કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તો કેટલીક કેનાલોમાં અવીરત વહી રહેલા પાણીના કારણે ગુણવત્તા વિહિન બનાવાયેલી કેનાલોમાં ગાબડા પડવાની ઘટના સર્જાતાં હજારો લીટર પાણી નિરથૅક વહી રહ્યું છે.

પાટણ જિલ્લાનાં રાધનપુર, સાંતલપુર પંથકમાં અધીકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ભષ્ટ્રાચાર ભરીવૃત્તિના કારણે આ વિસ્તાર માં બનાવવામાં આવેલ કેનાલો નાં કામ બિલકુલ ગુણવત્તા વિહિન બન્યા હોય જેને લઇને અવાર નવાર આ પંથકની કેનાલોમાં ગાબડાં પડવાની સમસ્યાઓ સર્જાતી હોય છે. ત્યારે શનિવારના રોજ સાતુન ગામની સીમ માંથી પસાર થતી નાની પીપળી ડિસ્ટી કેનાલમાં સતત વહેતા પાણીનાં આવરા ન કારણે ગાબડું પડતાં કેનાલ આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પડતાં ઉપર પાટું ન માર વેઠવાનો વારો આવ્યો છે.

અવાર નવાર કેનાલોમાં ગાબડાં પડતાં કેનાલોના કામમાં ભષ્ટ્રાચાર આચરાયો હોવાનાં આક્ષેપ ઉઠવા પામ્યા છે. તો નર્મદાના અધિકારીઓને કેનાલમાં પડેલ ગાબડાની જાણ કરવા છતાં કોઇ ના આવતા ખેડૂતો દ્વારા જાતે રીપેરીંગ હાથ ધરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...