કોરોનાનો કહેર:ધારપુર સિવિલમાં 3 સ્ટાફનર્સ સહિત જિલ્લામાં વધુ 26 કોરોના પોઝિટિવ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લામાં કોરોના આંક 2000 નજીક પહોંચ્યો
  • જિલ્લામાં કુલ આંક 1998, 1650 સ્વસ્થ થયા, હાલમાં 287 દાખલ, કુલ મોત 63

પાટણ શહેર સોમવારે વધુ 3, ધારપુરમાં 3 આરોગ્ય કર્મી અને તાલુકામાં 3 મળી 9, રાધનપુર શહેરમાં 5 અને તાલુકામાં 2 મળી 7, સિદ્ધપુર શહેરમાં 1 અને તાલુકામાં 3 મળી 4, શંખેશ્વર અને સાંતલપુર તાલુકામાં બે બે અને ચાણસ્માના વડાવલી અને સમીના અમરાપુર ગામમાં એક એક મળી વધુ 26 કેસો નોંધાતા કેસ આંક 1998 થતા કેસનો આંક 2000 પાસે પહોંચવા આવ્યો છે. જિલ્લામાં વધુ 1143 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સામે ફક્ત 100 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. વધુ 18 દર્દીઓ સ્વસ્થ થતા જિલ્લા કુલ 1650 દર્દીઓ સ્વસ્થ થવા પામ્યા છે. હાલમાં જિલ્લામાં કુલ 285 દર્દીઓ સારવાર હેઠળ છે.

પાટણઃ અંબિકા ટાઉનશીપમાં 60 વર્ષીય સ્ત્રી, મહાદેવનગરમાં 60 વર્ષીય સ્ત્રી, રાધે ક્રિષ્ના સોસાયટીમાં 30 વર્ષીય પુરુષ, ધારપુર કેમ્પસમાં 28 વર્ષીય, 21 વર્ષીય સ્ટાફ નર્સ, 32 વર્ષીય સ્ટાફ બ્રધર્સ, સંડેર ગામમાં 11 વર્ષની બાળકી, 5 વર્ષનો બાળક, ભલગામમાં 39 વર્ષની સ્ત્રી
રાધનપુરઃપોલીસ લાઈનમાં 45 વર્ષીય સ્ત્રી, લાલબાગમાં 32 વર્ષીય પુરુષ, નંદનવન સોસાયટીમાં 33 વર્ષીય પુરુષ, રેલવે સ્ટેશનની 50 વર્ષીય પુરુષ, ગ્રીન પાર્ક સોસાયટીમાં 49 વર્ષીય પુરુષ, સિનાડ ગામમાં 55 વર્ષીય પુરુષ, બંધવડ ગામમાં 50 વર્ષીય સ્ત્રી
સિદ્ધપુરઃ શહેરમાં જનરલ હોસ્પિટલમાં 28 વર્ષીય યુવતી, બીલીયા ગામમાં 14 વર્ષનો બાળક, વરસીલા ગામમાં 45 વર્ષીય પુરુષ, ચંદ્રાવતી ગામમાં 42 વર્ષીય પુરુષ
શંખેશ્વરઃ તાલુકામાં કુંવર ગામમાં 41 વર્ષીય પુરુષ, રણોદ ગામમાં 29 વર્ષીય યુવક
સાંતલપુરઃ લોદ્રા ગામમાં 18 વર્ષનો યુવક, વારાહીમા 70 વર્ષીય આધેડ
ચાણસ્માઃ વડાવલી ગામમાં 25 વર્ષીય યુવતી
સમીઃ અમરાપુર ગામમાં 60 વર્ષીય સ્ત્રી

અન્ય સમાચારો પણ છે...