તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 136 કેસ નોંધાયા અને 180 દર્દીઓ સ્વસ્થ થયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાના દર્દીનો કુલ આંકડો 9342 ઉપર પહોંચ્યો

પાટણ જિલ્લામાં એક દિવસ કોરોનાનો આંકડો 100 અંદર ગયા બાદ છેલ્લા 4 દિવસથી 130 થી વધુ કોરોના કેસ આવી રહ્યાં છે. ત્યારે શનિવારના રોજ પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 136 પોઝિટિવ કેસ આવ્યા છે. અને 180 લોકો સ્વસ્થ થયા છે. તો જિલ્લામાં કુલ 9342 કેસ નોંધાઇ ચુક્યા છે. જેને લઈ લોકોમાં ફરીથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

બે ત્રણ દિવસથી કોરોનાના કેસોમાં મહંદ અંશે ઘટાડો નોંધાયો હતો

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાઇરસના દિનપ્રતિદિન સંક્રમણના કારણે કોરોના પોઝિટિવ કેસો વધુ પ્રમાણમાં નોંધાઇ રહ્યાં છે. તો કોરોનાની સંક્રમણને અટકાવવા જિલ્લા પ્રશાસન દ્વારા પ્રયત્નો કરાઈ રહ્યાં છે. છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાના કેસોમાં મહંદ અંશે ઘટાડો નોંધાયો હતો. ત્યારે શનિવારે ના રોજ પાટણ જીલ્લામાં કોરોના પોઝિટિવ નવા 136 કેસ નોંધાયા હતા.

હોમ આઇસોલેશન હેઠળ 967 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે

જેમાં પાટણમાં 50, સરસ્વતી 5, સિધ્ધપુર 34, ચાણસ્મા 5, સાંતલપુર 12, રાધનપુર 7, સમી 4, શંખેશ્વર 7, હારીજ 12 મળી જીલ્લામાં કુલ નવા 136 કેસ નોંધાયા છે. તો જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ આંકડો 9342 ઉપર પહોંચ્યો છે. પાટણ જિલ્લામાં હાલમાં હોમ આઇસોલેશન હેઠળ 967 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 270 દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ છે. કોરોના સંક્રમિત વિસ્તારને કોર્ડન કરી સેનેટાઈઝર, દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો હોવાનું લોકોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...