રહેણાંક મકાનમાં આગ:પાટણના ડોડીયાવાસમાં એકલવાયુ જીવન જીવતા મહિલાના ઘરમાં આગ લાગી, ઘરવખરી બળીને ખાખ

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં આવેલા ડોડીયાવાસમાં રહેતા રામીબેન સોલંકીના મકાનમાં શુક્રવારના રોજ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેથી રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ આગમાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ આગની ઘટનાની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગના કર્મચારીઓ મીની ફાયર ફાઈટર લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યાં હતા. જ્યાં પાણીનો મારો ચલાવી મહામુસીબતે આગને કાબુમાં લીધી હતી. જેથી રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. ડોડીયાવાસમાં એકલવાયું જીવન જીવતા રામીબેન સોલંકીના મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાથી ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...