શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ પાસે આવેલ ગૌશાળાના ગોડાઉનમાં અબોલા જીવો માટે સંગ્રહ કરાયેલા ઘાસના પુળાઓમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ગણતરીની મિનિટોમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી હતી. રાધનપુર સહિત પાટણના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કરી આ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રે 9:00 વાગે લાગેલી આગ બીજા દિવસે સવારે 9:00 વાગ્યા સુધી ચાલુ રહી હતી. જેમાં તમામ ઘાસનાં પૂળા સળગીને ખાખ થઈ ગયા હતા.
મુજપુરની ગૌશાળામાં અબોલા જીવ માટે સંગ્રહ કરેલા ઘાસચારાના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગતા ઘાસના પૂળામાં ગણતરીની મિનિટમાં આગ પ્રસરી હતી. આગની ઘટનાની જાણ સંચાલકોને થતા બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ઘટના મામલે ફાયર ફાઈટરને જાણ કરતા રાધનપુર પાલિકાના ફાયર ફાઈટરના પાણીના ટેન્કરો સ્થળ ઉપર પહોંચ્યા બાદ આગ વધુ વિકરાળ બનતી હોય મદદ માટે પાટણ નગરપાલિકાના ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા. બંને પાલિકાના ફાયર ફાયટરો દ્વારા રાતભર સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો.
રાત્રે લાગેલી આગ વહેલી સવાર સુધી ચાલુ રહી હતી. અંદાજે સવારે 9:00 વાગે સમગ્ર આગ કાબુમાં આવી હતી પરંતુ તેના ધુમાડા દિવસ ભર નીકળતા જોવા મળ્યા હતા. આગની ઘટનામાં અબોલા જીવ માટે રખાયેલા તમામ ઘાસના પુરાવો બળીને ખાખ થઈ જતા અબોલા જીવના પાલનપોષણ માટે અન્ય ઘાસનો જથ્થો ઉપલબ્ધ ના હોય સંચાલકો પણ ચિંતિત બન્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.