• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Fire Broke Out In The Basement Of Patan's Nishtha Hospital, A Relief As The Fire Team Quickly Brought The Fire Under Control.

આગને પગલે અફડાતફડી:પાટણની નિષ્ઠા હોસ્પિટલના ભોયરામાં આગ લાગી, ફાયરની ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવતા રાહત

પાટણએક મહિનો પહેલા

પાટણ શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલી નિષ્ઠા સર્જીકલ હોસ્પિટલની નીચેના ભાગમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને લઈ અફડાતફડી મચી હતી. આ ઘટનાની જાણ પાલિકાના ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

અગમ્ય કારણોસર આગ લાગી
આ આગ લાગવાની ઘટના બાબતે મળતી હકીકત મુજબ ગતરોજ શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટર ખાતે આવેલી અગ્રવાલ હોસ્પિટલમાં કાર્યરત બનાવવામા આવેલ ફાયર સિસ્ટમની ટેસ્ટીગ કરીને પરત પરત ફરી રહેલા ફાયર ઓફિસરનું ધ્યાન બાજુમાં આવેલી નિષ્ઠા હોસ્પિટલમાંથી નિકળતા ધુમાડાનાં ગોટા ઉપર પડતાં તેઓએ તાત્કાલિક પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી પાલીકાની ટીમ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. હોસ્પિટલના ભોંયરામાં એકત્ર કરવામાં આવેલો વેસ્ટ કચરો અને આજુબાજુના લોકો દ્વારા ઠલવાતાં કચરામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...