દુર્ઘટના:પાટણમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, ઘરવખરી અને વેચાણ માટે લાવેલા કપડાં બળીને ખાક થતા નુકસાન

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
  • શિયાળાની ઋતુને લીધે વેચાણ માટે લાવેલા કપડાનો માલ સહિત ઘરનો સરસામાન બળી જતા ઘરમાલિકને મોટું નુકસાન

પાટણના મોતીસા વિસ્તારમાં ધનતેરસની રાત્રે શોર્ટ સર્કિટથી ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી વેચાણ માટે ઘરમાં લાવેલો કપડાનો માલ સાહિત ઘરવખરી સળગી ઉઠી હતી. આ ઘટનાની જાણ ફાયર ફાઈટરને થતા ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

પાટણ શહેરના મોતીશા દરવાજા બહાર આવેલી દંતાણી સોસાયટીમાં મંગળવારે રાત્રે આત્મારામ દંતાણીના ઘરમાં કોઈ કારણોસર ઘરની વિજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જેથી ઘરમાં શિયાળાના વેચાણ માટે ખરીદી કરીને લાવેલા કપડાના સામાનમાં આગ પ્રસરી હતી. આગની ઘટનામાં ઘરના દરવાજા સહિત ઘરવખરી તેમજ કપડાનો માલ બળીને ખાક થઈ ગયો હતો.

આ ઘટનાની જાણ ફાયર ફાઈટરને કરવામાં આવતા મીની ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પણ કાબૂ મેળવી લીધો હતો. જેથી આગ વધુ ન પ્રસરતા મોટી દુર્ઘટના ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...