પાટણ શહેરમાં જુના જ્ઞાનબાઈ પ્રસ્તુતિ ગૃહની પાસે ખુલ્લી જગ્યામાં આવેલા વીજ થાંભલા પર કબૂતર બેસવા જતા શોર્ટસર્કિટ થઈ હતું. જેથી આગના તણખા નીચે કચરાના ઢગમાં પડતા આગ ભભૂકી ઉઠી હતી. કચરો સળગતા ઘૂમાડાને લઇ આસપાસમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, કોઈ વ્યક્તિ કે, આસપાસ કોઈ પશુ પંક્ષીના હોય જાનહાનિ ટળી હતી. જેથી તમામ લોકોએ રાહત અનુભવી હતી.
પાટણ શહેરના જુના જ્ઞાનબાઈ પ્રસ્તુતિગૃહના સાઈડના ભાગે ખુલ્લી જગ્યામાં આવેલા વીજ થાંભલા પર કબૂતર બેસવા જતા શોર્ટસર્કિટ થયું હતું. જેથી આગ લાગી હતી. નીચે કચરાના ઢગમાં આગ લાગતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને પાટણ નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમે ઘટનાસ્થળે આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.