આગ:પાટણના સાંતલપુરના ડાલડી નજીક પીકઅપ ડાલામાં આગ લાગી, ગાડીમાં ભરેલી ઘરવખરી બળીને ખાખ

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઈવર સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો

પાટણના સાતલપુરના સીધાડા કસ્ટમ રોડ પર આજે સાંજના સમયે પીકઅપ ડાલામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. ડ્રાઈવર સમયસૂચકા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. જ્યારે પીકઅપ ડાલામાં રહેલો ઘરવખરીનો સામાન બળીને ખાખ થયો હતો.

કચ્છમાં લગ્ન પતાવી રાજસ્થાન જઈ રહેલું પીકઅપ ડાલુ પાટણના સાતલપુરના સીધાડા કસ્ટમ રોડ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે જ અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે રસ્તા પર અફરાતફરી મચી હતી. જો કે, ડ્રાઈવર સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. ગાડીમાં રહેતો સામાન બળીને ખાખ થયો હતો. આગના પગલે રસ્તા પર થોડીવાર માટે વાહનવ્યવહાર થોભી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...