આગ:માલસુંદ ગામે ખેતરમાં મુકેલા ઘાસના પૂળામાં ફટાકડાના તણખો પડતા આગ લાગી, ખેડૂતને રૂપિયા 50 હજારનું નુકસાન

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2500 જેટલા ઘાસના પૂળા બળીને ખાક થતા ખેડૂતને નવા વર્ષના પ્રારંભે જ નુકસાન ગ્રામજનોએ આગને બુઝાવવા માટે પાણીનો મારો ચલાવતા મહામુસીબતે આગ કાબૂમાં આવી

પાટણ જિલ્લાના હારિજ તાલુકાના માલસુદ ગામે નવા વર્ષના દિવસે જ ખેડૂતના ખેતરમાં મુકેલા ઘાસના પૂળામાં ફટાકડાનો તણખાના કારણે આગ લાગી હતી. જેથી 2500 જેટલા ઘાસના પૂળા બળીને ખાક થતાં ખેડૂતને અંદાજીત રૂપિયા 50 હજારનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બેસતા વર્ષના દિવસે જ બનેલી આ ઘટનાને પગલે ખેડૂતનું નવું વર્ષ નુકસાન કરતા બન્યું હતું.

આ આગના બનાવની મળતી હકિકત મુજબ હારીજ તાલુકાના માલસુદ ગામે રહેતા ખેડૂતે ઘાસના પૂળાનો સંગ્રહ પોતાના ખેતરમાં કરી રાખ્યો હતો. ત્યારે બેસતા વર્ષના દિવસે ફટાકડાના તણખાના કારણે પુળામાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી અફરા-તફરી મચી હતી. ખેડૂત સહિત ગ્રામજનોએ ઘાસના પૂળામાં લાગેલી આગને બુઝાવવા માટે પાણીનો મારો ચલાવતા મહામુસીબતે આગ કાબૂમાં આવી હતી. આ આગના કારણે ખેડૂતના સંગ્રહ કરેલા 2500 જેટલા ઘાસના પૂળા સળગીને ખાક થઇ ગયા હતા. જેથી ખેડૂતને અંદાજીત રૂપિયા 50 હજાર જેટલું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...