રેત માફિયાઓમાં ફફડાટ:હારીજની ખાખલ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખોદકામની પ્રવૃત્તિ સામે 15 લાખનો દંડ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લા ખાણ ખનીજ ટીમે પાંચ ડમ્પર-એક હિટાચી મશીન ઝડપ્યું હતું

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખલ ગામ ખાતે 15 દિવસ અગાઉ બનાસ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનિજનું ખોદકામ કરવાના કેસમાં પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ. 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

બાતમીના આધારે રેડ કરી હતી
મળતી માહિતી મુજબ હારીજ તાલુકાના ખાખલ ગામ ખાતે બનાસ નદીના પટમાં ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજનું ખોદકામ થઈ રહ્યું હતી. હોવાની પંચાયતના માણસો દ્વારા પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવતા જિલ્લા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી વિભાગની ટીમના માઈન્સ સુપરવાઇઝર હર્ષદ પ્રજાપતિ, ગૌરાંગ પરમાર અને ભાવિન અટોશ તેમજ સર્વેયર સચિન વણકર અને ઇ. રોયલ્ટી ઇન્સ્પેક્ટર પરેશ પટેલ વગેરેની ટીમ તારીખ 2 -6-2022 ના રોજ વહેલી સવારે ઘટના સ્થળે પહોંચી જઈને તપાસ હાથ ધરી હતી.

પાંચ ખાલી ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા
ટીમની આકસ્મિક તપાસ દરમિયાન બનાસ નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનીજનું - ખોદકામ થતું હોવાનું જણાઈ આવતા સ્થળ પરથી પાંચ ખાલી ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ એક હિટાચી મશીન ખોદકામ સ્થળેથી જપ્ત કરી હારીજ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યું હતું અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાંઆવી હતી.

15 લાખનો દંડ
દરમિયાન આ અંગે જાણવા મળેલ માહિતી મુજબ પ્રત્યેક ડમ્પરના રૂ. 1 લાખ પ્રમાણે 5 ડમ્પરના 5 લાખ રૂપિયા અને હિટાચી મશીન અને ખોદકામના દંડ પેટે રૂ.10 લાખ મળી કુલ રૂપિયા 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો., જેમાં ડમ્પરના દંડ ભરી દેવા નોટિસ આપવામાં આવી હતી જ્યારે હિટાચી મશીન હારીજ પોલીસ સ્ટેશન ખાતે પડેલ હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...