ઉજવણી:પાટણના મહિલા પ્રોફેસરે પોતાનો જન્મ દિવસ આંગણવાડીના બાળકો સાથે ઉજવ્યો

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 જેટલી આંગણવાડીઓમાં બાળકોને ફ્રૂટ, ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કર્યું

પાટણ વોર્ડ નંબર 1ના કોર્પોરેટર મનોજ પટેલના ધર્મ પત્ની અને આર્ટસ કૉલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા ભાવનાબેન પટેલના જન્મદિવસ નિમિત્તે પાટણ શહેરની શ્રમજીવી આંગણવાડી તેમજ વિવિધ વિસ્તારોની અલગ-અલગ 10 જેટલી આંગણવાડીઓમાં બાળકોને ફ્રૂટ, ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરી બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પરિવાર દ્વારા દરેક સારા નરસા પ્રસંગની ઉજવણી આંગણવાડીના બાળકો સાથે કરવામાં આવે છે. અધ્યાપક મહિલાના પતિએ પાટણમાં સૌ પ્રથમ પોતાના જન્મ દિવસની ઉજવણી આંગણવાડીના બાળકો સાથે ઉજવણી કરી હતી અને ત્યારબાદ તેમની આ પ્રેરણા લઈને શહેરના અન્ય લોકો પણ આંગણવાડીના બાળકો સાથે જન્મદિવસ અને પુણ્ય તિથિની ઉજવણી કરતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...