• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Female Doctor Treating Corona Patients Is Also Keen To See Corona, Who Has Been Away From Her Family For Four Months, Recovering.

પાટણ:દર્દીઓની સારવાર કરતા મહિલા ડોક્ટરને પણ કોરોના, 4 મહિનાથી પરિવારથી દૂર, સ્વસ્થ થયા બાદ ફરી સારવાર કરવા ઉત્સુક

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સતત ચાર મહિનાથી પરિવારથી દૂર રહી હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરતી હતી
  • ડ્યુટી દરમ્યાન દર્દીના સંપર્કમાં આવતા ડૉ.નિધીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો

પાટણની ધારપુર જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતાં ડૉ.નિધી છૈંયાના આ શબ્દો ફ્રન્ટલાઈન કોરોના વૉરિયર્સ એવા ડૉક્ટર્સની ફરજપરસ્તી અને સમાજ પ્રત્યે તેમના સમર્પણ ભાવની સાક્ષી પૂરે છે. આઈસોલેશન વોર્ડમાં ડ્યુટી દરમ્યાન કોરોના પોઝિટિવ દર્દીઓની સૌથી વધુ સંપર્કમાં આવનાર મેડિકલ સ્ટાફ પૈકી નર્સિંગ સ્ટાફના અન્ય ચાર સભ્યોની જેમ ડૉ.નિધીનો કોવિડ-19 ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
છેલ્લે તારીખ 01થી 15 મે સુધી ડૉ.નિધીની ડ્યુટી આઈસોલેશન વોર્ડમાં હતી
ધારપુર મેડિકલ કૉલેજમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ બાદ છેલ્લા છ મહિનાથી જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે જોડાયેલા ડૉ.નિધીને જનરલ મેડિસીન વિભાગમાં ફરજ સોંપવામાં આવી હતી. માર્ચ મહિનાથી બેચવાઈઝ રોટેશનમાં આપવામાં આવતી ડ્યુટી પ્રમાણે છેલ્લે તા.01 મેથી તા.15 મે સુધી તેમની ડ્યુટી આઈસોલેશન વોર્ડમાં હતી. સતત છેલ્લા ચાર મહિનાથી પરિવારથી દૂર રહેલા ડૉ.નિધીએ તા.16 મેના રોજ ડ્યુટી ક્વોરન્ટીન થયા બાદ સૉર થ્રોટની સમસ્યા જણાતા હોસ્પિટલમાં સેમ્પલ આપ્યું. રિપોર્ટ કોવિડ-19 પોઝિટિવ આવ્યો અને લાંબા સમય બાદ પરિવારને મળવાના આંખે આંજેલા અરમાન પર જાણે ગ્રહણ લાગ્યું.
સ્ટાફના મેન્ટલ અને સાઈકોલોજીકલ સપોર્ટથી મારી ચિંતા હળવી થઈ: ડૉ.નિધી
કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેમની મનોસ્થિતિ અંગે ડૉ.નિધી જણાવે છે કે, પહેલી પાંચ મિનીટ માટે તો હું સ્તબ્ધ થઈ ગઈ હતી, પછી હિંમત આવી કે સારવાર કરનારા લોકો પણ મારા હોસ્પિટલ પરિવારના લોકો જ છે. જો હું એકલી હોત તો ખબર નહીં હું આ પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરી શકત. પણ આર.એમ.ઓ. સર, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સર તથા સ્ટાફના મેન્ટલ અને સાઈકોલોજીકલ સપોર્ટથી મારી ચિંતા હળવી થઈ. ડ્યુટી ક્વોરન્ટીનના ત્રીજા દિવસે જ કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવતાં તા.18 મેના રોજ હોસ્પિટલમાં દાખલ થઈ 10 દિવસની સારવાર બાદ તા.27 મેના રોજ ડિસ્ચાર્જ થયા બાદ ડૉ.નિધી હાલ તેમના વતન ઉપલેટા ખાતે હૉમ ક્વોરન્ટીન છે.
હોસ્પિટલ સ્ટાફના ડૉક્ટર અને નર્સિસ સાચા અર્થમાં યોદ્ધાઓ છે
આઈસોલેશન વોર્ડમાં ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લવ્ઝ અને પી.પી.ઈ. કીટથી સજ્જ હોવા છતાં કોવિડ-19 પોઝિટિવ દર્દીઓ સાથે સૌથી વધુ સંપર્કમાં આવવાના કારણે ફરજ પરના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને ઈન્ફેક્શનનું જોખમ હોય છે. તેમ છતાં પોતાની ફરજને સૌથી ઉપર ગણી રાત-દિવસ દર્દીઓની સારવાર કરી રહેલા હોસ્પિટલ સ્ટાફના ડૉક્ટર અને નર્સિસ સાચા અર્થમાં યોદ્ધાઓ છે. કોરોના મહામારીના સમયમાં ફરજ દરમ્યાન થયેલા સંક્રમણ અને સારવાર બાદ સ્વસ્થ થઈ ફરી કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે તત્પર માત્ર 29 વર્ષની યુવાન વય ધરાવતા ડૉ.નિધી જેવા કોરોના વૉરિયર્સના નૈતિક મૂલ્યો અને ફરજ પ્રત્યેની ઉમદા ભાવના દેશના ઉજ્જવળ ભવિષ્યના રસ્તાના માઈલસ્ટોન છે.

અન્ય સમાચારો પણ છે...