શુભેચ્છા વિદાય સમારોહ:પાટણમાં શ્રીરામ પરિવાર ટ્રસ્ટ દ્વારા શિક્ષણ મેળવનાર વિધાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારોહ યોજાયો

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રી રામ પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 14 વર્ષથી ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતા ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે ચાલતાં પૂરક શિક્ષણના ફ્રી વર્ગોમાં વષૅ દરમ્યાન જ્ઞાન મેળવનાર વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારોહ કાર્યક્રમ શનિવારે શહેરની ગાંધીની વાડી ખાતે ના પ્રેમીલાબેન સોમાભાઈ હોલમાં નિયામક આંબેડકર ઓપન યુનીવર્સીટી પાટણના પ્રો.ડૉ.લીલાબેન એમ. સ્વામીના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રો.ડો.લીલાબેન સ્વામીએ જણાવ્યું હતું કે આજે શિક્ષણ વ્યાપારી કરણ થયું છે જેના કારણે આજના શિક્ષક ગુરૂઓ પણ સ્વાર્થી બની શાળા મા ફકત ને ફક્ત સામાન્ય અભ્યાસ આપી શાળાના વિધાર્થી પોતાના ટયુશન કલાસ મા પૈસા ખર્ચ કરીને શિક્ષણ મેળવવા આવે તેવી વૃત્તિ ધરાવતા હોવાના કારણે આજે ગુરુ સાચા અર્થમાં ગુરુ રહ્યા નથી. ત્યારે નિસ્વાર્થ ભાવે અને વિનામૂલ્યે પૂરક શિક્ષણ વર્ગ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સેવા ચલાવતા શ્રી રામ પરિવાર સંચાલિત પુરક શિક્ષણના વર્ગો ખરેખર આશીર્વાદ રૂપ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

આ પુરક શિક્ષણ વર્ગમાં ધોરણ 10 અને 12 મા શિક્ષણ મેળવી વિદાય લઇ રહેલા 60 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આશીર્વાદ પાઠવતા તેઓએ જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીએ પરીક્ષાના દિવસે પરીક્ષા સેન્ટર ઉપર અડધો કલાક વહેલા પહોંચી જવું અને વર્ગખંડમાં પ્રશ્નપત્ર હાથમાં આવે ત્યારે જે પણ પ્રશ્ન આવડતો હોય તે પ્રશ્નને પ્રથમ શાંતિથી લખી કોઈપણ પ્રકારના ટેન્શન વગર પરીક્ષા આપવા અને ઉચ્ચ પરિણામ હાંસલ કરી શ્રી રામ પરિવાર સંચાલિત નિશુલ્ક ચાલતા પૂરક શિક્ષણ વર્ગ નું નામ રોશન કરો તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે રામ પરિવાર પુરક વર્ગના ચેરમેન હષૅદભાઈ ખમાર, સંસ્થાના યતીનભાઈ ગાધી, ફારૂકભાઈ મન્સૂરી,હસમુખભાઈ પટેલ, દિલીપભાઈ સુખ ડીયા, અમિતભાઈ ખમાર, કે. કે. ગલ્સૅ હાઈસ્કૂલ ના શિક્ષક કમલેશભાઈ સ્વામી સહિતના ઓએ પણ પ્રસંગોચિત ઉદબોધન કરી વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તો પુરક વર્ગ મા શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો પ્રગટ કયૉ હતાં. આ પ્રસંગે શ્રી રામ રહિમ સંસ્થા દ્વારા પૂરક શિક્ષણ વર્ગમાં માનદ સેવા આપનાર શિક્ષક સતિષ​​​​​​​ચંદ્ર દુબે તેમજ શિક્ષિકા પૂજાબેન મકવાણા અને લીશ્માબેન સોલંકીને ઉપસ્થિત મહાનુભાવો ના વરદ હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન અને આભાર વિધી શ્રી રામ પૂરક શિક્ષણ વર્ગોના ચેરમેન હષૅદભાઈ ખમારે કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...