તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પુત્રીને બાઈક પર લઈ આંટો મારવા નીકળેલા પિતાને છોટાહાથીની ટક્કર

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાણસ્માના ધરમોડા બસ સ્ટેશન પાસે અકસ્માત
  • પાટણના ભાવસગંજી લક્ષ્મીપુરા સાસરી આવ્યા હતા

ચાણસ્માના ધરમોડા પાસે બાઈક સવાર પિતા અને 2 વર્ષની પુત્રીને છોટાહાથી ચાલકે ટક્કર મારી હતી.પાટણ હનુમાનપુરાના ભાવસંગજી ચંદુજી ઠાકોર તેમની સાસરી લક્ષ્મીપુરા ગયા હતા. ત્યાંથી ગુરૂવાર સવારે બાઇક લઇને તેમની દિકરી માહી (ઉ.વ.2)ને લઇ બાઈક પર અાંટો મારવા નીકળ્યા હતા. તે વખતે ધરમોડા નજીક છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અા અકસ્માતમાં દરમ્યાન ભાવસંગજીને જમણા પગે ઘુંટણથી નીચે અને દિકરીને નાની મોટી ઇજાઅો થઇ હતી.

જ્યાં તાત્કાલિક 108 મદદથી સારવાર માટે ચાણસ્મા અને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. અા અંગે છોટા હાથી ચાલક પાસે દવાખાનાનો ખર્ચે અાપવાની વાત થઇ હતી. પણ તે સમાધાનની વાત ચાલુ હોઇ તેને લઇને ફરિયાદ મોડેથી કરી હતી. આ અંગે ભાવસંગજીઅે ચાણસ્મા પોલીસ મથકે છોટાહાથી (જીજે 08 અે 1561)ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...