તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Family From Patan Who Truly Cares For The Environment, Instead Of Cutting Down A Neem Tree Planted Years Ago, Passed Through The House And Got Cool Shade.

પ્રકૃતિ પ્રેમ:પર્યાવરણનું સાચું જતન કરતો પાટણનો પરિવાર, વર્ષો પૂર્વ વાવેલા લીમડાના વૃક્ષને કાપવાના બદલે ઘરમાંથી પસાર કરી શિતળ છાયા મેળવી

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે પોતાના રહેણાંક મકાનમાં વિશાળકાય લીમડાને સ્થાન આપ્યું

પાટણ શહેરમાં રહેતા એક પરિવારે વૃક્ષ પ્રત્યેનો પ્રેમ આજે પણ અકબંધ જાળવી રાખ્યો છે. આ પરિવારે પોતાના રહેણાંક મકાનમાં વિશાળકાય લીમડાને આજે પણ સ્થાન આપ્યું છે. જેને જોતાં ખરેખર આપણને આશ્ચર્ય થાય છે. મકાનના બાંધકામ પૂર્વે લીમડાની જાળવણી માટે તેના થડને શૌચાલયના ભાગમાંથી બહાર કાઢી આજે આ પરીવાર તેની શીતળ છાયા મેળવી રહ્યું છે.

ઘરમાંથી પસાર થતાં લીમડાના થડના ભાગે દિવાલ બાંધી
પાટણ શહેરના ત્રિકમ બારોટની વાવ પાસે રહેતા મેનાબેન કાન્તીલાલ પટેલ પરિવારનું આજથી 30 વર્ષ પૂર્વે એક ખુલ્લો વરંડો અને તેની બાજુમાં જૂનું પુરાણું મકાન હતું. ત્યારે નાનપણથી જ વૃક્ષો પ્રત્યે લગાવ ધરાવતા મેનાબેન પટેલે તેમના જુવાનીના સમયકાળ દરમ્યાન વરંડામાં લીમડાના વૃક્ષ સહિત અન્ય વૃક્ષોનું પણ વાવેતર કર્યું હતું. સમય જતા આ લીમડો આજે વિશાળકાય વટવૃક્ષ બની ગયું છે. ત્યારે લીમડા પ્રત્યેના પ્રેમને ઉજાગર કરવા જ્યારે મકાનનું નવીનીકરણ કર્યું તે સમયે લીમડાનું વૃક્ષ યથાસ્થાને રહે અને તેની જાળવણી થાય તે માટે તેમના ઘરમાંથી પસાર થતાં લીમડાના થડના ભાગે દિવાલ બાંધી હતી.

જતન કરી વૃક્ષ પ્રત્યેનો પ્રેમ ઉજાગર કર્યો
છેલ્લા ઘણા વર્ષોથી નાના બાળકની જેમ આ લીમડાના વૃક્ષની જાળવણી કરી હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ખરેખર એક નજરે આ વૃક્ષનું થડ જે જગ્યાએથી પસાર થઇ રહ્યું છે તે આશ્ચર્યજનક છે. શૌચાલયની અંદરથી પસાર થતું આ થડ મકાનના ઉપરના ભાગે થઇ તેની લીલીછમ ડાળખીઓ ઘરમાં શીતળ છાયા પાથરી રહી છે. તો સાથે સાથે મેનાબેન પટેલે વાવની બાજુમાં આવેલા તેમના વરંડામાં શાકભાજી સહિત ગુલાબ, તુલસી, ફુદીનો, પપૈયા સહિતના છોડોનું જતન કરી વૃક્ષ પ્રત્યેનો પ્રેમ ઉજાગર કર્યો છે.

મકાન એ રીતે બનાવવાનું જેથી લીમડાને નુકસાન ન થાય
મેનાબેન કાંતિલાલ પટેલે જણાવ્યું હતું કે મને વૃક્ષો વાવવાનો શોખ છે. મારા ઘરમાં પણ એક લીમડાનું વૃક્ષ છે. જેને અમે સાચવી રહ્યાં છે. જે ઠંડક આપી રહ્યો છે. હાલમાં પણ અમારા વાડામાં વિવિધ વૃક્ષો વાવેલા છે. જેનું જતન પણ કરી રહ્યાં છે. ઉપેન્દ્ર કાંતિલાલ પટેલે જણાવ્યું હતું કે મને લીલોતરી બહુ ગમે છે. મારા મકાનની અંદર પણ એક લીમડો છે. જે મકાન બનાવતી વખતે કાપ્યો નહતો. મારા જન્મ પહેલાં નો છે. મકાન બનાવવાનું આયોજન પણ એવી રીતે કર્યું કે લીમડાને નુકસાન ન થાય અને અમારું ઘર પણ બને.

અન્ય સમાચારો પણ છે...