તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • A Family Coming To The Border From Surat Died 500 Meters Away From Their Village, 3 Including A 2 year old Girl Died In A Car tanker Accident

ચાણસ્માની દુ:ખદ ઘટના:સુરતથી સીમંતમાં આવેલા પરિવારને નડ્યો અકસ્માત, કાર-ટેન્કર અકસ્માતમાં 2 વર્ષની બાળકી સહિત 3નાં મોત

પાટણ2 મહિનો પહેલા
અકસ્માતમાં એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોત.
 • પાટણ ચાણસ્મા હાઇવે ઉપર લણવા ગામ નજીક અકસ્માત થયો
 • પરિવાર સુરતથી મેથાણિયા ગામમાં પ્રસંગમાં આવ્યો હતો
 • ગામમાં સીમંત પ્રસંગ માતમમાં ફેરવાયો, ગ્રામજનો શોકમગ્ન બન્યાં

પાટણ-ચાણસ્મા હાઇવે ઉપર લણવા ગામ નજીક દૂધ ભરેલા ટેન્કર અને સુરતથી મેથાણિયા ગામે સીમંતના પ્રસંગમાં આવેલા પરિવારની કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા સવાર પાંચ પૈકી બે વર્ષની બાળકી સહિત એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં.

દૂધ ભરેલા ટેન્કરે કારને ટક્કર મારી
પાટણ-મહેસાણા હાઈવે ઉપર ગુરુવારે સવારે સુરતથી મેથાણિયા ગામે સીમંત પ્રસંગમાં હાજરી આપવા આવેલા પરિવારની કાર અને ચાણસ્મા તરફથી મહેસાણા તરફ જઈ રહેલા દૂધ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર બે વર્ષની બાળકી સહિત એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થવા પામ્યાં હતાં. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થતા થોડા સમય માટે ટ્રાફિકજામ થઇ જવા પામ્યો હતો. ઘટનાને પગલે પોલીસને 108ને જાણ કરતાં ઇજાગ્રસ્ત લોકોને નજીકમાં આવેલા લણવા સીએસસી સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલમાં ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે, વધુ વિગતો હાલમાં બહાર આવી નથી.

મેથાણિયા ગામમાં માતમ છવાયો
મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલો પરિવાર ગઇકાલે સુરતથી મેથાણિયા ગામમાં પ્રસંગમાં હાજરી આવ્યો હતો અને આજે કંઇક ચીજ-વસ્તુ લેવા જતાં પરિવારની કારને ટેન્કરે ટક્કર મારતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. ત્રણ લોકોના મોતની વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઇ હતી, જેથી ગ્રામજનો ને પરિવારનાં સ્નેહીજનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક વધુ સારવાર માટે લોકોને મહેસાણા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. દુઃખદ ઘટનાને લઇ સમગ્ર ગામમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી.

આ અકસ્માતની જાણ પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાને થતા તેઓ પણ પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકોને પીએમ અર્થે ખસેડવા સહિત ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

આ અંગે માહિતી આપતાં ડો.રબારીએ જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ વર્ષની એક બાળકી અને 35 વર્ષ તથા 40 વર્ષની બે વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતા. મૃત્યુ પામનારી વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે તેમનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં જૈમિન તળશીભાઇ પટેલ તેમની દીકરી ખુશી જૈમિનભાઈ પટેલ અને આશિષ મનુભાઈ પટેલનો સમાવેશ થાય છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના મોભી અને ગામના સરપંચ તુલસીભાઈ પટેલે જણાવ્યું હતું કે, પોતનો પુત્ર પરિવાર સાથે સુરત ડેરી ચલાવે છે અને મેથાણીયા ગામે સામાજિક આ પ્રસંગે સુરતથી ગઈકાલે જ પરિવાર સાથે આવ્યો હતો અને આજે સવારે પરિવારના કામ માટે તે પોતાની ગાડી લઈને મેથણીયા ગામેથી વસ્તુ લેવા લણવા તરફ જઈ રહ્યો હતો. લણવા તરફ જતાં તેની કાર સાથે સામેથી પુરઝડપે આવી રહેલુ દૂધનું ટેન્કર અથડાતાં મારા દીકરાનું તેમજ તેની માસૂમ દીકરી સહિત અન્ય એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. તો મારા દીકરાના દીકરાને તેમ જ અન્ય એક વ્યકિતને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતમાં થયેલા મોત

 • પટેલ જૈમીનકુમાર તળશીભાઇ (36વર્ષ)
 • પટેલ ખુશીબેન જયમિનભાઇ (2 વર્ષ)
 • પટેલ આશિષકુમાર મનુભાઇ (40)નું
જયમીનકુમાર તળશીભાઇ પટેલ (ઉં.વ-35) (પિતા) અને ક્રિષા જયમિનભાઈ પટેલ (ઉ.વ-2)
જયમીનકુમાર તળશીભાઇ પટેલ (ઉં.વ-35) (પિતા) અને ક્રિષા જયમિનભાઈ પટેલ (ઉ.વ-2)
આશિષ મનુભાઈ પટેલ (40)
આશિષ મનુભાઈ પટેલ (40)

ઇજાગ્રસ્ત

 • પટેલ મેહુલ રતિલાલ (23વર્ષ)
 • પટેલ પિયુષકુમાર પ્રવિણભાઇ (25વર્ષ)
 • પટેલ જૈનીલ આશિષકુમાર (7વર્ષ)

હાઇવે બિસ્માર હાલતમાં હોઈ અકસ્માત ઝોન બન્યો
ચાણસ્માથી મહેસાણા હાઇવે એક જ વર્ષમાં સામાન્ય વર્ષમાં તૂટી જવા પામ્યો છે. છેલ્લા ચાર માસમાં જ રસ્તાઓ પર ખાડાઓ અને કપચીઓ ઉખડવાના કારણે બિસ્માર રોડને લઈ નાના મોટા અકસ્માતોની વણઝારમાં નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે. ગણતરીના મહિનામાં જ ચાર જીવલેણ અકસ્માતોમાં 7 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સત્વરે રોડની મરામત કરી યોગ્ય રોડ બનાવવા વાહન ચાલકોની માંગ ઉઠી છે.

ટક્કર મારી ટેન્કર ચાલક ફરાર થયો : પીઆઈ
અકસ્માત સર્જી ચાલક ટેન્કર લઈ ફરાર થઈ ગયો હતો. ઘટના મામલે ચાણસ્મા પી.એસ.આઇ આર.ડી. મકવાણાએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી મૃતકોનું પી.એમ કરાવીને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ટેન્કર ચાલક ફરાર હોઈ શોધખોળ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...