કાર્યવાહી:પાટણમાં રેતીનું વહન કરી દોડતા 9 ડમ્ફર અને ટ્રકોને એ ડિવિઝન પોલીસે ડિટેન કર્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વાહનો સામે કલમ 207 મુજબ ગુનો નોંધી દંડની રકમ ભરપાઈ કરાવી
  • કાલીકા માતાના મંદિર તરફના માર્ગ પરથી રાત્રીના સુમારે રેતી ભરીને દોડતા વાહનો સામે કાર્યવાહી કરાતા ફફડાટ

પાટણ પંથકમાં ખાનગી ડમ્ફરો, ટ્રક અને ટ્રેક્ટર ચાલકો દ્વારા પોતાના વાહનો મારફતે ગેર કાયદેસર રીતે રેતીનું ખનન કરાતું હોવાની બાબતને લઈને અવાર-નવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા હાઈવે પર વોચ ગોઠવી રેતીનું ખનન કરતા વાહન ચાલકોને ઝડપી લઈ તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા હોય છે. ત્યારે રેટીનું વહન કરી દોડતા 9 ડમ્ફરો અને ટ્રકોને પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યાં છે. આ તમામ વાહનો સામે કલમ 207 મુજબ ગુનો નોંધી આરટીઓમાં દંડની રકમ ભરપાઈ કરાવવામાં આવી હતી.

જિલ્લા પ્રશાસન દ્વારા અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાને લઈ ભારે વાહનો સહિત રેતી ભરીને દોડતા ડમ્ફરો, ટ્રક જેવા ભારે વાહનો માટે હાઈવે પરથી પસાર થવા અમુક સમય જ નક્કી કરવામાં આવ્યો છે. જેથી ડમ્પરો અને ટબૉમાં રેતીનું વહન કરતાં ચાલકો દ્વારા શહેરના ઈન્ટરિયલ માર્ગનો સહારો લઈ પોતાના વાહનો મારફતે રેતીનું વહન કરતાં હોય છે. જેનાં કારણે આવા ઈન્ટરિયલ અને રહેણાંક વિસ્તારનાં માર્ગ પરથી રાત્રીના સમયે રેતી ભરીને દોડતા ડમ્પરો અને ટબૉ ચાલકો દ્વારા અકસ્માતની સંભાવના પ્રબળ બનતા આવા માર્ગ પરના રહેણાક વિસ્તારના રહિશો દ્વારા અવાર-નવાર તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવતી હતી. જેથી ગતરોજ પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના કાલીકા માતાના મંદિર તરફના માર્ગ પરથી રાત્રીના સુમારે રેતી ભરીને દોડતા 9 જેટલા ડમ્પરો અને ટબૉને ડિટેન કરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી છે. જેથી ડમ્પરો અને ટબૉના ચાલક સહિત તેના માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપાયેલા ડમ્ફરો અને ટ્રક ચાલકો સામે કલમ 207 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, વાહન ચાલકોએ આરટીઓમાં દંડની રકમ ભરપાઈ કરી તેની પાકી પહોંચ એ ડિવિઝન પોલીસમાં રજુ કરી પોતાનાં વાહનો છોડાવ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...