જર્જરિત મકાન જમીનદોસ્ત:પાટણના સલવીવાડામાં જર્જરિત મકાન ધરાશાયી થતા અફડાતફડી મચી, બાજુમાં જ ઉભેલા બાળકો સમયસર ખસી જતા આબાદ બચાવ

પાટણ16 દિવસ પહેલા
  • ઘટનામાં સદનસિબે જાનહાનિ ટળતા તંત્ર સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો

પાટણ શહેરમાં ચોમાસાના ભેજના કારણે સલીવાડામાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેથી અફડાતફતી મચી હતી. જોકે, આ ઘટના બની ત્યારે રિક્ષાની વાટ જોઈને બાળકો ઉભા હતા જેઓ તાત્કાલીત ત્યાથી ખસી જતા આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં જાનહાનિ ટળી હતી. જેથી તંત્ર સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સદનસીબે બાળકો મહોલ્લામાં જતા રહેતા બચાવ
મંગળવારે સવારે શહેરના સાલવીવાડા લિબચમાંતા પોળની સામે એક જર્જરીત મકાન જમીનદોસ્ત થતા મહોલ્લાના રહીશોમાં અફડાતફડી મચી ગઈ હતી. ત્યારે લીંબચ માતાની પોળના બાળકો રીક્ષાની વાટ જોઈ ઉભા હતા. ત્યારે આ મકાન ધરાશાયી થયું હતું. સદનસીબે બાળકો મહોલ્લામાં જતા રહેતા બાળકોનો આબાદ બચાવ થયો હતો. જેથી રહિશોએ રાહત અનુભવી હતી.

પાલિકાએ જર્જરિત મકાનોના માલિકોને નોટિસો પાઠવી છે
આ બનાવની મળતી માહિતી મુજબ પાટણ શહેરમાં જર્જરિત બનેલા મકાનો પડવાના વાંકે ઉભા છે પાલિકા તંત્ર દ્વારા આવા જર્જરિત મકાનોના માલિકોને નોટિસો પાઠવવામાં આવી છે છતાં મકાન માલિકો દ્વારા પોતાના મકાનો રીનોવેશન કે ઉતારી લેવાની કામગીરી હાથ ધરી નથી. જેથી ચોમાસામાં વરસાદના ભેજના કારણે આવા જર્જરિત બનેલા મકાનો ધરાશાયી થવાના કિસ્સાઓ બની રહ્યા છે.
પાટણ શહેરમાં જર્જરિત મકાનો ધરાશાયી બનવાની ઘટના અવાર-નવાર પ્રકાશમાં આવતી હોય પાલિકા તંત્ર દ્વારા આવા જર્જરિત મકાનો ઉતારી લેવા મકાન માલિકોને કડક સુચના આપી તેવી માગ શહેરીજનોમાં પ્રબળ બની છે.
સિધ્ધપુરમાં ઉપલીશેરી પાસે પણ મકાન ધરાશાયી
સિધ્ધપુરમાં ભારે વરસાદના કારણે ઉપલીશેરી સદાચારની ખડકીમાં રમાબેન સુરેશભાઈ હરગોવનભાઇ પટેલનું બંધ મકાન સોમવારની રાત્રે ધરાશાયી થયું હતું. સદનસીબે કોઇ જાનહાનિ કે કોઈને ઇજા પહોંચી નથી. પરંતુ જીઇબીના થાંભલા અને વાયરીંગને નુકસાન થયુ છે. આ ઘટનાની સ્થાનિક મ્યુ. સદસ્ય ધર્મેન્દ્ર ઠાકરને જાણ થતાં તેઓએ નગરપાલિકા ડીઝાસ્ટર ટીમ અને જીઈબીને જાણ કરતા બન્ને ટીમો ઘટનાસ્થળે દોડી આવીને રાહત કામગીરી આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...