આયોજન:પાટણ જિલ્લા અદાલતમાં સરકારી વકીલોના પ્રશ્નો અંગે સંવાદ યોજાયો

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેકટર હાજર રહ્યા
  • સરકારી વકીલોને​​​​​​​ માળખાકીય અને પાયાની સુવિધા માટે રજૂઆત

પાટણ જિલ્લા અને તાલુકા અદાલતોમાં ફરજ બજાવતાં સરકારી વકીલોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવા માટે એક બેઠક જિલ્લા અદાલતના કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવી હતી. જેમાં સરકારી વકીલો દ્વારા માળખાકીય અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા તેમજ ક્રિમિનલ કેસોમાં સજાનો રેશીયો વધે તે માટે રજૂઆત કરાઈ હતી.

બેઠકમાં નવરચિત ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી ગાંધીનગર ખાતેના ડેપ્યુટી ડાયરેકટર જગરૂપસિંહ, તેમના આસિસ્ટન્ટ શૈલેષભાઈ બ્રાહ્મણ ,ચેતન સિંહ સોલંકી અને પ્રણવ ભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા અને સંવાદ કર્યો હતો. જેમાં મુખ્ય સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કર, સરકારી વકીલ એમ.ડી પંડ્યા, જીતુભાઈ બારોટ, એમ.જી કોરાટ તેમજ અન્ય સરકારી વકીલોએ વિવિધ રજૂઆત કરી હતી. હાજર સરકારી વકીલોએ પોતાની રજૂઆતો કરી પુરી કરવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...