• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Dialogue Was Held At Hemchandracharya University On Wednesday On 'Employment Opportunities Through Value Addition In Agriculture'.

માર્ગદર્શન:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે બુધવારિયું કાર્યક્રમ અંતર્ગત 'કૃષિ ક્ષેત્રમાં મૂલ્યવર્ધન થકી રોજગારીની તકો' વિષય પર સંવાદ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લા ખેડૂત તાલીમ કેન્દ્રના અધિકારી એલ કે પટેલે કૃષિ ક્ષેત્રના વિવિધ વિષય પર માર્ગદર્શન આપ્યું

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલતા 'બુધવારિયું' કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લા ખેડૂત તાલીમ કેન્દ્રના અધિકારી એલ કે પટેલે કૃષિ ક્ષેત્રમાં મૂલ્યવર્ધન થકી રોજગારીની તકો લગતા વિવિધ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.જે.જે.વૉરાના માર્ગદર્શન હેઠળ ઑનલાઈન બુધવારિયું કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લા ખેડૂત તાલીમ કેન્દ્રના અધિકારી એલ.કે.પટેલએ કૃષિ ક્ષેત્રમાં મૂલ્યવર્ધન થકી રોજગારીની તકોના વિષય પર માર્ગદર્શન આપતા આ સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કૃષિ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી અને ખંન્તીલી ખેડૂતોની મહેનતથી ખેત ઉત્પાદનમાં હરણફાળ ભરી ખેડૂતો આત્મનિર્ભર બની રહ્યા છે.

તેમણે કહ્યું કે, ખેત ઉત્પાદન ટૂંકા સમયમાં 7થી 25 ટકા જેટલો બગાડ થતો હોઈ તેનું સમયસર વ્યવસ્થાપન કરવું જરૂરી છે. જે માટે યોગ્ય પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન અને નિકાસની તાતી જરૂરીયાત છે. ખેત પેદાશોની વેલ્યુ કંઈ રીતે વધારી શકાય તેના પાયાના સિધ્ધાતોમાં ગ્રેડીંગ, પોસેસીંગ, પેકિંગ, સ્ટોરેજ, સર્ટીફિકેર, બાયો ટેકનોલાજીની વિગતે માહિતી અને માર્ગદર્શન આપ્યુ હતું.

તેમણે નિકાસ કરવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે તેની સમજ આપી હતી સાથો સાથે નર્સરી, પશુપાલન, મધઉછેર, વર્મીકંપોજ, સૂક્ષ્મપિયત અને સુંગધિત ઔષધિય પાકો માંથી સારી આવક મેળવી શકાય અને સારી રોજગારીનું સર્જન કરી શકાય તેમ જણાવી જરૂરૂ માર્ગદર્શન આપ્યુ હતું.

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના ટીચીંગ આસિસ્ટન્ટ ભરતભાઈ ચૌધરી સંચાલિત બુધવારિયું કાર્યક્રમમાં તજજ્ઞ વક્તાના વિસ્તૃત માર્ગદર્શન બાદ પ્રશ્નોત્તરીકાળમાં વિદ્યાર્થીઓએ વિષયને અનુરૂપ પૂછેલા વિવિધ પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં અધ્યાપકગણ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...