રજુઆત:ઉ. ગુ.માં માવઠાથી થયેલા નુકસાનનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવા માંગ

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણના ધારાસભ્ય ર્ડા. કિરીટભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
  • ઉત્તર ગુજરાતમાં​​​​​​​ કમોસમી વરસાદથી ખેતીપાકમાં નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા

ઉત્તર ગુજરાતના ખેડૂતોને માવઠાથી થયેલ ખેતીવાડીના નુકશાનીનો સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરવા પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કિરીટભાઈ પટેલે પત્રમાં લખ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષથી કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન છે. ઉતર ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ પાકોને ભારે નુક્સાન થયું હોવાથી પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા ત્રણ વર્ષથી ઉત્તર ગુજરાતના ખેડૂતોને જુદા જુદા કારણોસર ખેતીમાં ભારે નુકશાન થયેલ છે.

આ બાબતે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે ત્યારે છેલ્લાં ચાર દિવસથી ઉત્તર ગુજરાતમાં બેથી ચાર ઇંચ જેટલા પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલા પાકો જેવા કે એરંડા, વરીયાળી, જીરું, રાયડો, જુવાર, બાજરી, કપાસ સહિત ધાસચારામાં મોટું નુકશાન થયુ છે.

ત્યારે આ બાબતે સરકાર દ્વારા સાચી તપાસ અને ઝડપી સર્વે કરાવી ખેડૂતોને પોતાના નુકશાનનું પુરતુ વળતર ચુકવવામાં નહીં આવે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ પેદા થશે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઇ ઉત્તર ગુજરાતના ખેડૂતોનાં નુકશાનનું સવૅ કરાવી સરકાર દ્વારા તાત્કાલિક રાહત ચુકવવામાં આવે તેવી રજૂઆત સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...