ઠંડીથી ઠુંઠવાઈ જતા મોત:સમી તાલુકાના શેરપુરા ગામ નજીક કેનાલ પરથી એક ઈસમની લાશ મળી આવી

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમી તાલુકાના શેરપુરા ગામની નજીક આવેલ નર્મદાની કેનાલ પાસેથી એક ઈસમની લાશ મળી આવી હતી. સ્થાનીક લોકોને ધ્યાનમાં આવતા સમી પોલીસને જાણ કરાઈ હતી. સમી પોલીસે ઘટના સ્થળે આવી લાશની તપાસ હાથ ધરી હતી. જેમાં વાગ્યાના કે ઘા ના નિશાન જોવા મળ્યા નહીં હોવાથી પોલીસે લાશને પીએમ અર્થે લઈ જવામાં આવી હતી.

સમી તાલુકાના શેરપુરા ગામની નજીક આવેલ નર્મદાની માઈનોર કેનાલ નજીક સ્થાનિક લોકો સવારે ખેતરે જતાં હતા. તે સમયે એક અજાણ્યા ઈસમની લાશ જોવા મળી હતી. ત્યારે સ્થાનિક લોકો દ્વારા સમી પોલીસને જાણ કરવામાં આવતા સમી પોલીસ મથકના માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

લાશની ઓળખ માટે ચક્રોગતિમાન કર્યાં હતા. તપાસમાં મૃતકનું નામ મંગાજી રધાજી પારકરા રહે. સમી (જનોયાપરા) હોવાનું બહાર આવતા પોલીસે લાશની ચકાસણી કરતાં મૃતકના શરીર ઉપર કોઈ વાગ્યા ના કે ધા ના નિશાન જોવા મળ્યાં ન હતા. રાત્રિની ઠંડીના કારણે મૃત થયો હોવાનું જણાઈ આવતું હતું. સમી પોલીસે મૃતકની લાશને સમી રેફરલ ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવી હતી. સમી પોલીસ તપાસ આગળ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...