હેમ.ઉ.ગુ. યુનિ. પાટણ ખાતે ગત કારોબારીની બેઠકમાં ગુણ સુધારણા કૌભાંડનો રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો જેમાં કુલપતિને કલીનચીટ આપવામાં આવી પરંતુ પરીક્ષા ના કન્વીનર તરીકે તેમની ગંભીર બેદરકારી સામે આપતા તેમને નોટીસ આપીને ખુલાસો પુછવામાં આવ્યો છે ત્યારે કુલપતિએ તેમના 7 જાન્યુઆરીએ રીટાયર્ડ થવાના એક દિવસ અગાઉ જ કારોબારીની બેઠક બોલાવી છે જેમાં તેઓ પોતાને મળેલ નોટીસનો જવાબ રજુ કરવાના છે.
યુનિ. ખાતે ગત 30 ડિસેમ્બર ના રોજ કારોબારી સમિતિની બેઠક મળી હતી તે બેઠકમાં એમબીબીએસ ગુણ કૌભાંડ અંગે ખેર કમિટીએ કરેલ તપાસનો રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટમાં કુલપતિ ડૉ. જે.જે. વોરાએ કોઇ ગેરરીતી કરી હોવાનુત પાસમાં બહાર આવ્યુ નથી. પરંતુ તેઓ તે સમયે તે એમીબીબીએસની પરીક્ષાના કન્વીનર હોવાથી તેમની ગંભીર પ્રકારની બેદરકારી હોવાનુ તપાસ રીપોર્ટમાં બહાર આવ્યુ હતું. જે બદલ કુલપતિને 21 દિવસમાં તેમનો જવાબ રજુ કરવા કારોબારી દ્વારા શો-કોઝ નોટીસ આપી હતી.
યુનિ.ના કુલપતિ ડૉ. જે.જે. વોરાની કુલપતિ તરીકેનો ત્રણ વર્ષનો કાર્યકાળ ૭મી જાન્યુઆરીએ પુર્ણ થઇ રહ્યો છે. ત્યારે તેમની નિવૃત્તિીના એકદિવસ અગાઉ 6જાન્યુઆરીના રોજ અચાનક કારોબારી સમીતીની બેઠક બોલાવવામાં આવી છે. ત્યારે માત્ર 8 દિવસમાં જ ફરી કારોબારી સમીતીની બેઠક બોલાવવામાં આવતા યુનિ.ના વર્તુળમાં અનેક ચર્ચાઓ વહેતી થઇ છે. જેમાં કુલપતિ ને નિવૃત્તી પહેલા કલીનચીટ આપવા માટેનો તખ્તો ઘડવામાં આવ્યો હોવાનુ પણ ચર્ચાઇ રહ્યુ છે. યુનિ. ખાતે મળનારી કારોબારી સમીતીની બેઠકમાં યુનિ.ના વિવિધ વિભાગમાં કાયમી પ્રોફેસરની ભરતી માટે જે ઇન્ટરવ્યુ યોજાયા હતા તેના કવર ખોલવામાં આવનાર છે. નવી શિક્ષણ નિતિ અંગે ચર્ચા કરી નિર્ણય કરવાના છે. તેમજ અન્ય વહીવટી અને અંગે ચર્ચા કરવામાં આવનાર છે તેમ યુનિ.ના સુત્રોએ જણાવ્યુ હતું.
હું નોટીસનો જવાબ રજુ કરીશ: કુલપતિ
જેની સામે એમબીબીએસની પરીક્ષામાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવવાનો આરોપ મુકવામાં આવ્યો છે અને શો -કોઝ નોટીસ આપીને 21 દિવસમાં તેનો જવાબ રજુ કરવા યુનિ.એ સુચના આપી છે તેમા કુલપતિ ડૉ. જે.જે. વોરાએ જણાવ્યુ હતુ કે અને જે નોટીસ આપવામાં આવી છે તે નોટીસનો જવાબ રહું કારોબારીની બેઠકમાં રજુ કરવાનો છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.