હારીજ પોલીસને એક ઈસમ ધારદાર અણી વાળી છરી લઈને નજરે પડતાં પોલીસે જાહેરનામાનો ભંગ કરતાં અને લોકોમાં રોફ જમાવવા માટે છરી લઈને ફરતાં મહેશજી તખાજી ઠાકોર રહે.દાંતરવાડાને ઝડપી ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સમીના નાનીચંદુર ગામ તરફથી દુદખા ગામ તરફ જવાના માર્ગ પર પહોંચતા એક શખ્સ પોતાની પાસે ધારદાર તલવાર લઈ ફરતો હતો. જેને પકડી નામ સરનામુ પુછતાં અશોકભાઈ કલાભાઈ ઠાકોર રહે. મુજપુર । વાળો જાહેરમાં હથીયાર રાખી જાહેરનામાંનો ભંગ કરતાં અને લોકોમાં ફફડાટ ફેલાવવા માટે તલવાર લઈ ફરતો હોવાનું જણાતાં પોલીસે તલવાર જપ્ત કરી સમી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો.
વારાહી અને સમી પોસ્ટે વિસ્તારના બંન્ને ગુન્હાઓમા છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી સિન્ધી(ડફેર) રમઝાન મીસરી ઉસ્માન રહે-ગડસઇ તા.સાંતલપુર જી-પાટણ વાળા ને દેશી હાથ બનાવટની બંદૂક સાથે પાટણ એસ ઓ જી પોલિસે ઝડપી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.