કાર્યવાહી:પોલીસ જાપ્તામાંથી ભાગી જનાર આરોપી અને 2 પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારાહી સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવેલ અપહરણનો આરોપી ભાગી જતાં બેદરકારી દાખવતા 2 પોલીસ કર્મી સામે કાર્યવાહી

વારાહી સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લવાયેલા સગીરાના અપહરણ કેસનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા આરોપી અને જાપ્તામાં રહેલા બે પોલીસ કર્મચારી સામે વારાહી પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

સાંતલપુર તાલુકાના ગોખાંતરની સગીરાનું અપહરણ કરનાર કાંકરેજ તાલુકાના ભદ્રીવાડી ગામનો રાહુલજી હિંગોળજી ઠાકોરને વારાહી પોલીસે ગુરુવારે ઝડપી પાડ્યો હતો. શુક્રવારે રાત્રે આરોપીને વારાહી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીસ જાપ્તા સાથે મેડિકલ તપાસણી માટે લાવવામાં આવ્યો હતો મેડિકલ તપાસણી કરાવી પરત પોલીસ સ્ટેશને લઈ જતાં આરોગ્ય કેન્દ્રના ગેટ બહાર આરોપી રાહુલજી ઠાકોર પોલીસ જાપ્તાના માણસોની નજર ચૂકવી ભાગી ગયો હતો. આરોપી રાહુલજી હિગોળજી ઠાકોર ગુનોં નોંધાયો હતો.

મેડિકલ તપાસણીના જાપ્તા દરમિયાન કોઈપણ પ્રકારની યોગ્ય કાળજી ન રાખીને આરોપીને નાસી જવા દઈ ગંભીર પ્રકારની બેદરકારી દાખવતા લોકરક્ષક મેરાજભાઈ વાઘાભાઈ અને કપિલભાઈ મૂળજીભાઈ સામે વારાહી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેની તપાસ પી.આઈ ગાડાભાઇ રબારીને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...