તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Couple Returning Home From A Farm In Patan Was Hit By A Dumper, Sister in law Died In The Presence Of Brother, Three Children Became Registrars

મોત બનીને ડમ્પર આવ્યું:પાટણમાં ખેતરેથી ઘરે જતાં દંપતી પર ડમ્પર ફરી વળ્યું, ભાઇની હાજરીમાં બહેન-બનેવીનું મોત, ત્રણ બાળકો નોંધારા બન્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાહદારી પતિ-પત્નીનાં ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત

પાટણમાં ખેતરેથી ઘરે જતાં દંપતી પર ડમ્પર ફરી વળ્યું છે. જેમાં ભાઇની હાજરીમાં બહેન-બનેવીનું મોત થયુ છે. તેમાં ત્રણ બાળકો નોંધારા બન્યા છે.

ચાલક ગાડી ઘટના સ્થળે મુકી નાસી છુટયો
શુક્રવારના રોજ પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ નજીક રોડા ગામના માર્ગ પરથી પુર ઝડપે અને ગફલતભરી રીતે પસાર થઈ રહેલા લોડિંગ ડમ્પર ગાડીનાં ચાલકે માર્ગ પરથી પસાર થતાં રાહદારી દંપતીને હડફેટમાં લઈને બન્નેનાં ધટના સ્થળે મોત નિપજાવી ગાડી ચાલક પોતાની ગાડી ઘટના સ્થળે મુકી નાસી છુટયો હોવાનું જાણવા મળ્યું છે.

ડમ્પર ગાડીનાં ચાલકે પતિ-પત્નીને હડફેટમાં લેતા બંનેનું મોત થયું
શુક્રવારના રોજ ધધાણા ગામે આવેલા ડાભી વાસમાં રહેતા ઠાકોર લખાજી શંકરજી ડાભી કે જેઓ પોતાના પરિવાર સાથે હારીજનાં રોડા ગામે ખેતી કામ કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવી રહ્યાં હતા. ત્યારે શુક્રવારના રોજ રોડા બસ સ્ટેશનથી તેઓ પોતાની પત્ની સાથે ચાલીને આવતા હતા. ત્યારે માર્ગ પરથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા લોડીંગ ડમ્પર ગાડીનાં ચાલકે પતિ-પત્નીને હડફેટમાં લેતા ઘટના સ્થળે જ લખાજી શંકરજી ડાભી તથા તેમના પત્ની નું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું છે.

બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા
અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક પોતાનું ડમ્પર ઘટના સ્થળે મુકી નાસી છુટયો હતો. તો બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અને અકસ્માતની પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી બન્ને મૃતકના સ્થળ પંચનામા કરી લાશને પીએમ અર્થે મોકલી આગળની કાયૅવાહી હાથ ધરી હતી. હારીજ નજીક રોડા બસ સ્ટેશન પાસે સજાયેલા અકસ્માતમાં પતિ-પત્નીનાં મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

ડ્રાઇવરને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી
​​​​​​​હારીજ પી.એસ.આઇ. એસ.બી.સોલંકીના જણાવ્યા મુજબ ડમ્પર ચાલક ઘટના સ્થળે ડમ્પર છોડી ભાગી ગયો હતો. જેમાં ડમ્પરને કબજે કરી હારીજ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યુ છે. તથા ડ્રાઇવરને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...