પાટણ શહેરના ઉંઝા ત્રણ રસ્તા નજીક સિધ્ધપુર તરફ જવાના હાઈવે માર્ગ પર રવિવારની રાત્રે કારચાલકે ઉતાવળે અને ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી માગૅ પરથી પસાર થઈ રહેલ બ્રહ્મ સમાજના દંપતી ને હડફેટમાં લઈ ધટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજાવી પોતાનું વાહન ઈલેક્ટ્રીક સિમેન્ટ પોલ સાથે અથડાવી ધટના સ્થળે વાહન મુકી ચાલક ફરાર થઈ ગયો હતો.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના ઉંઝા ત્રણ રસ્તા નજીક સિદ્ધપુર તરફના હાઈવે માર્ગ પરથી પુરઝડપે અને ગફલતભરી રીતે પસાર થઈ રહેલા નંબર પ્લેટ વિનાની કારના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી હાઈવે પરની શાંતિનાથ સોસાયટી માંથી બહાર નિકળી રહેલાં બાલીસણાનાં વતની અશ્વિનભાઈ જગન્નાથભાઈ જોષી ઉ.55 અને તેમના ધર્મપત્ની મીનાબેન અશ્વિનભાઈ જોષી ઉ.56 નાને હડફેટમાં લેતા ગંભીર ઇજાઓના કારણે ધટના સ્થળે જ દંપતીનું પ્રાણપંખેરૂ ઉડી જવા પામ્યું હતું. બનાવ સજૅનાર વાહન ચાલકે પોતાનુ વાહન આગળ માગૅ પરના ઈલેક્ટ્રીક સિમેન્ટનાં પોલ સાથે અથડાવી પોતાનું વાહન સ્થળ પર મુકીને ફરાર થઈ ગયો હતો.
રાત્રે બનેલાં અકસ્માત ની જાણ પાટણ 108 સહિત પોલીસ તંત્ર ને થતા તેઓ તાત્કાલીક ધટના સ્થળે દોડી આવ્યા હતા.અને મૃતકના પરિવારજનોએ જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચતા વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.પોલીસે આ અકસ્માત મામલે મૃતકના જમાઈ અને શહેરના હાઈવે વિસ્તારમાં આવેલા બંસી કાઠીયાવાડી સામે શિવ ડુપ્લેક્ષ માં રહેતા સતિષભાઈ ઠક્કર ની ફરિયાદ નાં આધારે વાહન ચાલક સામે ગુનો નોંધી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક દંપતી છેલ્લા પંદરેક દિવસથી પોતાની દીકરીની નાદુરસ્ત તબીયતને કારણે તેણીનાં શિવ ડુપલેક્ષ ખાતેનાં નિવાસ સ્થાને રહેતાં હતાં અને રવિવારની સાંજે સિધ્ધપુર હાઈવે પર આવેલ શાંતિનાથ સોસાયટી રહેતી પોતાની બહેનને મળવા ગયાં હતાં અને જમીને રાત્રે પરત પોતાની દીકરીને ત્યાં આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત સજૅનાર કારના ચાલકે પોતાની કાર માગૅ પરનાં ઈલેક્ટ્રીક સિમેન્ટ પોલ સાથે અથડાવી ધટના સ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. જેની પોલીસે તપાસ હાથ ધરતા કારમાંથીજી.જે. 24-એ.ઈ.3168 લખેલી નંબર પ્લેટ મળી આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.