કોગ્રેસની સંપર્ક યાત્રા:ચાણસ્મા વિધાનસભાના સેઢાલ ગામે કોગ્રેસના ઉમેદવારની સંપર્ક યાત્રાની સભા યોજાઈ

પાટણ21 દિવસ પહેલા

17 ચાણસ્મા વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો મતદારોને મનાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે અને પોતપોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર મતદાન નો અભિયાન શરૂ કરાયું છે. ત્યારે 17 ચાણસ્મા વિધાનસભા માટે કોંગ્રેસના ઉમેદવાર દિનેશજી આતાજી ઠાકોરે સેઢાલથી ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ શરૂ કર્યો હતો.

દિનેશ ઠાકોર જણાવ્યું હતું કે, લોકશાહીના પર્વમાં સૌ જોડાઓ તેઓ અને કહેવા આવ્યા છીએ અને કંકુ ચોખા દ્વારા આમંત્રણ આપવામાં આવે છે કે સૌ આ વખતે કોંગ્રેસની વેલમાં બેસો કોંગ્રેસના લગ્નમાં જોડાઓ તેમ તેમના ઉદબોધનમાં કહ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે પરિવર્તનની લાવો અને કોંગ્રેસ ને લાવો પરિવર્તનની લહેરમાં આપ પણ જોડાવો તેમ જણાવ્યું હતું. સેધા ગામે યોજાયેલ ગામમાં કોગ્રેસના કાર્યકરો અને ગ્રામ જાણો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...