ભારતભરમાં હવે નવી શિક્ષણ નીતિનો અમલ થવા જઈ રહ્યો છે. આ નીતિ વિદ્યાર્થીઓને સુગમ રહે તેમજ નવી શિક્ષણનીતિમાં કેવી રીતે વિદ્યાર્થી નવો વિષય ભણી પોતાની સ્કીલમાં વધારો કરી શકે તે માટે એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ તેમજ ચાર વર્ષના સ્નાતક પ્રોગ્રામમાં કેવા અભ્યાસક્રમો અને તેની ક્રેડીટ સીસ્ટમ સમજી શકાય તે હેતુથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના કન્વેન્શન હોલ ખાતે સમગ્ર ઉત્તર ગુજરાતની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલ, વિવિધ ફેકલ્ટીના ડીન તેમજ અધ્યાપકઓને ક્રેડીટ સિસ્ટમની સાથે સાથે નાદ પોર્ટલ, સ્વયમ પોર્ટલ અને ડીજીટલ શિક્ષણની વિસ્તૃત માર્ગદર્શન હેતુ વર્કશોપ રાખવામાં આવ્યો હતો.
આ વર્કશોપમાં નવી શિક્ષણ નીતિ પર કામ કરતા તજજ્ઞ વક્તા પ્રો સાગર દવે એ જણાવ્યું હતું કે નવી શિક્ષણનીતિનો અભિગમ વિદ્યાર્થીલક્ષી રહેશે. શિક્ષણ પણ માતૃભાષામાં હશે વિદ્યાર્થી તેના ક્ષેત્ર સિવાય પણ તેને રૂચી પડે તે વિષય ભણી શકશે તેટલું જ નહિ હવે તે એક સાથે બે ડીગ્રી પણ મેળવી શકશે સાથે સાથે સ્કીલ ડેવલોપમેન્ટ માટેના વિષયો ભણી તેના કૌશલ્ય માં વધારો કરશે. આ સિવાય તેમણે યુજીસી દ્વારા ચાર વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ અમલમાં આવનાર છે ત્યારે ચોથું વર્ષ રિસર્ચ લક્ષી અભ્યાસક્રમ રહેશે પરંતુ જેણે રિસર્ચ તરફ નથી જવું તેના માટે નો વિષય પણ ભણાવશે સાથે સાથે વેલ્યુ એડેડ અભ્યાસક્રમ વિષે પણ માહીતી આપી હતી
આ અંગે પ્રોફેસર ડો હેમેન્દ્ર શાહે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં ડિજિટલ અને ટેકનોસેવી શિક્ષણ વ્યવસ્થા રહેશે વિધ્યાર્થી પોતે ઈન્ટરનેટના માધ્યમથી નવું સંશોધન કરી શકશે તેની મદદ માટે સ્વયમ પોર્ટલ, નાદ પોર્ટલ સહિત વિવિધ પ્લેટફોર્મ પરથી શિક્ષણને જરૂરી માહિતી ઉપલબ્ધ રહેશે જેથી વિધ્યાર્થી ઈચ્છે તે સમયે અભ્યાસકાર્ય કરી શકશે. તે પોતાની રીતે વિવિધ અભ્યાસક્રમ પસંદ કરી શકશે. અને ડિપ્લોમા માંથી ડિગ્રી તરફ પણ સ્વયમ ભણી શકશે
આ કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. જે જે વોરાએ પણ નવી શિક્ષણ નીતિ પર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. રોહિતભાઈ દેસાઇ, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડો. કમલ મોઢ, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ડો. પારૂલ ત્રિવેદી સહિત વહીવટી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.