ઉજવણી:પાટણ શહેરની નગીનભાઈ પોષધશાળા ખાતે બાળ મુમુક્ષ નમ્ર કુમારનો સંપૂર્ણ સમર્પણ પ્રવજ્યા પ્રસંગ ઉજવાયો

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલીકાલ સર્વજ્ઞહેમચંદ્રાચાર્ય અને પરમાહૅત કુમારપાળ મહારાજા નાં સમયથી પાવન બનેલ અણહિલવાડ પાટણની પવિત્ર ભૂમિ ઉપર નગીનભાઈ પૌષધશાળા મધ્યે બાળ મુમુક્ષ રત્ન નમ્ર કુમારનો સંયમ સંપૂર્ણ સમર્પણોત્સવ પ્રસંગ સયૈમકલક્ષી વિજય હર્ષદર્શન સુરેશ્વરજી મહારાજ સહિતના સાધુ ભગવંતો ની ઉપસ્થિતિમાં ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.

આ ધાર્મિક પ્રસંગને અનુલક્ષીને પાટણના નગીનભાઈ પૌષધશાળા ખાતેથી બાળ મુમુક્ષ રત્ન નમ્ર કુમારની વર્ષિદાન યાત્રા ભક્તિ સંગીતના સુરો વચ્ચે શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા સમગ્ર શહેરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. વર્ષિદાન યાત્રાના માર્ગ પર પાટણના જાણીતા રંગોળી આર્ટીસ્ટ સુથાર જયશ્રી રાકેશભાઇ (સંજયભાઈ) દ્વારા કલાત્મક રંગોળી નું ચિત્રાંકન કરી માર્ગો ને પણ સુશોભિત બનાવવામાં આવ્યા હતા.

બાળમુમુક્ષ નમ્ર કુમારની વર્ષીદાન યાત્રા શહેરના વિવિધ માર્ગો નથી ફરીને પુનઃ નગીનભાઈ પૌષધશાળા ખાતે સંપન્ન બની હતી. રવિવાર ના પવિત્ર દિવસે શ્રી નગીનભાઈ પૌષધશાળા ખાતે ઉપસ્થિત સાધુ ભગવંતો ની નિશ્રામાં બાળમુમુક્ષ નમ્ર કુમારનો સંપૂર્ણ સમર્પણ (પ્રવજયા) પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં જૈન જૈનેતર ભાઈઓ બહેનો અને બાળમુમુક્ષ નમ્ર કુમારના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...