પાટણમાં રહેતી 25 વર્ષની એક યુવતીએ એક વ્યક્તિએ 2020માં અપહરણ કરીને તેને એક ગામે પોતાનાં ઘરમાં ઓરડીમાં ગેરકાયદેસર ગોંધી રાખીને એ શખ્સ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હોવાનું તથા અન્ય ત્રણ શખ્સોએ તેને મારઝુડ કરી તથા અન્ય એક વ્યક્તિએ ખોટા કાગળોમાં સહી કરવા માટે ધમકી આપી હતી તથા તેની સાથે દુષ્કર્મ કરનારે તેનાં બે માસ જેટલા ગર્ભનો તેની સંમતિ વગર ગર્ભપાત કરાવ્યો હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ નોધાવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, પાટણ શહેરમાં એક સ્થળે રહેતી 25 વર્ષની યુવતીના આક્ષેપ મુજબ બે વર્ષ પૂર્વે એપ્રિલની 16મી તારીખે તે તેના મમ્મી પપ્પાનાં નાં ઘરે જવા પાટણથી ચાણસ્માનાં દેલમાલ જવા માટે 6 પાટણ ચાણસ્મા હાઇવે શાકમાર્કેટ પાસે ઉભી હતી ત્યારે ગાડી લઈને આવેલા એક વ્યક્તિએ તેને બેભાન કરી ગાડીમાં બેસાડી હતી.
યુવતીની આંખ ખુલી ત્યારે તે સરસ્વતી તાલુકાનાં બૈપાદર ગામે હોવાનું જણાવ્યું હતું. તેને એક અંધારી કોટડીમાં પૂરી દેવામાં હતી.તેની સાથે શખ્સ જબરજસ્તી કરતો હતો. તેને હિંદુ બનાવવા માટે દબાણ કરતો હતો. યુવતિ ત્યાંથી નિકળવા માંગતી હતી, પરંતુ તે તેને ત્યાંથી નિકળવા દેતો નહોતો. તેનાં વધુમાં આક્ષેપ પ્રમાણે શખ્સના મમ્મી પપ્પા તેનો ભાઇ તેને બાંધીને રાખતા હતા ને ધમકી આપીને કાગળમાં સહીઓ કરવા દબાણ કરતા હતા. યુવતિને પાલનપુર ખાતે કોઇ પોલીસ સ્ટેશને લઇ જઇ યુવતિમાં મા બાપ પર કેસ કરાવ્યો હતો.
તેનાં આક્ષેપ મુજબ યુવતિને શખ્સ જુદી જુદી જગ્યાએ અંધારી કોટડીમાં રાખતો હતો. અશ્વિન તેને ફરીથી સરસ્વતિનાં બેપાદર ગામે લાવતાં યુવતિ 24-11 નાં રોજ તે અહીંથી છૂપાઇને નિકળી ને પાટણનાં બસ સ્ટેન્ડ તથા જુદા જુદા ગામોમાં તેની રીતે ફરતી હતી.તેને મારી નાંખવાની ધમકી અપાતી હોવાથી તે તેનાં મા બાપનાં ઘરે પાટણ જતી નહોતી. તેનાં આક્ષેપ મુજબ શખ્સ તેની સાથે ગર્ભ રહેતાં તે તેને ગોળીઓ ખવડાવતો હતો. બાદમાં તેને એક સ્થળે એબોર્સન કરાવ્યું હતું તે સાજી થયા પછી તેને તે શખ્સની બહેનનાં ત્યાં પાટણ તાલુકાનાં એક ગામે લઇ જવાઇ હતી. ત્યાંથી તેને ફરીથી બેપાદર લઇ ગયો હતો. યુવતિ તેના મા બાપનાં ઘરે જવા કોશિશ કરતી હતી પણ શખ્સ તેને જવા દેતો નહો. છતાં તે બેપાદર ગામેથી નિકળી ગઇ હતી ને તે તા. 7-1-2023નાં રોજ સરસ્વતી કોર્ટમાં સ્વેચ્છાએ હાજર થઇ હતી.
આ યુવતિએ જણાવ્યા પ્રમાણે તેણે આ મામલે અગાઉ પોસ્ટ દ્વારા પોલીસ તથા પાટણ ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશને પણ પોસ્ટથી ફરીયાદ મોકલી આપી હતી. પરંતુ આજદિન સુધી પોલીસે કોઇ પગલાં લીધેલા નથી તેને જાનનું જોખમ હોવાથી તે બહાર ફરતી હતી સરસ્વતી કોર્ટ સમક્ષ સ્વેચ્છાએ હાજર થઇને પોતાની ઉપરોક્ત આપવીતી જણાવી હતી. જે આધારે સરસ્વતિ પોલીસે ન પાંચ વ્યક્તિઓ વિરૂધ્ધ આઇપીસી 365/376 (2) (4)/346/ 323/506 (2)/313/114 નાં મુજબ ગુનો નોધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.