• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Competition Including Athletics, Chess, Yogasana Rassakhench Was Held At The Sardar Patel Sports Complex In Patan, With A Large Number Of Competitors Taking Part.

સિનિયર સીટીઝનો માટે સ્પર્ધા:પાટણના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે એથ્લેટીક્સ, ચેસ, યોગાસન રસ્સાખેંચ સહિતની સ્પર્ધા યોજાઈ, મોટી સંખ્યામાં સ્પધકોએ ભાગ લીધો

પાટણ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાની સીનિયર સીટીઝન બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષ 2023-24 દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, જી-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટ ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષા સીનિયર સીટીઝન (60 વર્ષથી ઉપર) બહેનોની એથ્લેટીકસ, યોગાસન ચેસ, રસ્સાખેંચ

સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. એથ્લેટીક્સમાં 8, રસ્સા ખેંચમાં 19, યોગાસન માં 9અને ચેશ માં 4 એમ કુલ 39 જેટલી સિનિયર સીટીઝન મહિલાઓ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. જેમાં વિજેતા થનાર મહિલાઓ રાજ્ય કક્ષા ની સ્પર્ધામાં ભાગ લેશે. સ્પર્ધામાં ભાગ લેનાર મહિલા ખેલાડીઓને જિલ્લા રમત વિકાસ અધિકારી કિરણ પટેલ દ્વારા સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત હિરા શંકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમમાં પણ ચેસ અને યોગાસન ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ પાટણ ખાતે યોજાયેલ સિનિયર સીટીઝન માટે યોજાયેલ સ્પર્ધામાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...