સેવા:નિસહાય વૃદ્ધ માટે વિચારતા સમુદાય સમર્થન મંચ સંસ્થા સહારો બની

પાટણ2 મહિનો પહેલાલેખક: તેજસ રાવળ
  • કૉપી લિંક
  • પાટણમાં એકલા રહેતા અશકત 80 વૃદ્ધોને જમવા ભીખ ન માંગવી પડે માટે દર મહિને સંસ્થા કરિયાણું ઘરે પહોચાડે છે

પાટણ જિલ્લામાં કાર્યરત વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા બે વર્ષ અગાઉ 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ દંપતિ હોય કે એકલા રહેતા વૃદ્ધ મહિલા કે પુરુષ જે કામ કરવા માટે અશકત હોય અને જીવન નિર્વાહ માટે કોઈ આશરો ન હોય તેવા વડીલોની શોધખોળ કરી તેમને ઘરે અથવા તેમની ઓફિસે બોલાવી સમગ્ર મહિનો ચાલે એટલુ રસોઈની તમામ સામગ્રીની કીટ આપવાનું શરૂ કરવ્યું હતું.શરૂઆતમાં 10 જેટલા વૃદ્ધ વડીલોને વિતરણ બાદ સંખ્યા વધતા બે વર્ષમાં આ સંખ્યા 80 વૃદ્ધ સુધી પહોચી છે.

છતાં સંસ્થા દ્વારા તમામને દર મહિને કરિયાણું પૂરું પાડી રહ્યું છે. સૌથી વધુ લાભ સમી હારીજ, સાંતલપુર અને રાધનપુર તાલુકાના ગામડાઓ વિસ્તારોના વડીલો છે. જેમાં મોટાં ભાગે રહેવા છત પણ નથી.અને ઝુંપડપટ્ટીમાં રહી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. સમીના એક વૃદ્ધ દંપતી સાથે વાતચીત કરતા દિવ્ય ભાસ્કર સમક્ષ જણાવ્યુ કે સંતાન ગુમાવતા નિર્ધાર બન્યા. શરીર કામ કરતું હતું ત્યાં સુધી મજૂરી કરી હવે કામ થતું નથી. પરતુ માંગતા લાચારી આવતી હતી. હમણાંથી સંસ્થા દ્વારા અમને દર મહિને કરિયાણું આપે છે. આ લોકો અમને દીકરા સમાન દર મહિને કરિયાણું આપી જાય છે.

દંપતિને 1700, એકલા વૃદ્ધને 1200 રૂ.ની કુલ 18 વસ્તુઓની કીટ અપાય છે : સંસ્થા
વિચારતા સમુદાય સમર્થન મંચના મોહનભાઈ બજાણીયાએ જણાવ્યું હતું કે મિતલબેન પટેલ દ્વારા સંસ્થા ચલાવાય છે. પાટણ ખાતે હું તેમજ શંકરભાઈ અને ભરતભાઈ બજાણીયા ત્રણેય મિત્રો સાથે મળીને આ સેવાનું કાર્ય કરી રહ્યા છીએ. જિલ્લામાં વૃદ્ધ દંપતીને રૂ.1700ની અને એક માણસ રહેતું હોય તો તેને 1200ની કરિયાણાની કીટ અપાય છે.જેમાં તેલ, ખાંડ, લોટ, ચા, ખાંડ, જેવી રસોઈની તમામ 18 પ્રકારની સામગ્રી અપાય છે. શરૂઆતમાં 10 જેટલા વૃદ્ધ હતા બે વર્ષમાં આ સંખ્યા 80 સુધી પહોંચી ગઈ છે.

અશકત નિસહાય વૃદ્ધ હોય તો મદદ માટે સંપર્ક કરી શકો છો
1 - મોહનભાઈ બજાણિયા - 9099936017
2 - શંકરભાઈ બજાણિયા - 9099936028
3 - ભરતભાઈ બજાણિયા - 9726183979

અન્ય સમાચારો પણ છે...