સ્વચ્છતા અભિયાન ઝુંબેશ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એનસીસી કેડેટ્સ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા ગુજરાત બટાલિયન સેવનનાં નેજા હેઠળ તારીખ 14 નવેમ્બરથી તારીખ 22 નવેમ્બર સુધી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એનસીસી કેડેટ્સનો સીએટીસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એનસીસી કેડેટસ દ્વારા સફાઈ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કેમ્પસમાં સફાઈ હાથ ધરાઈ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત સીએટીસી કેમ્પમાં જોડાયેલા એનસીસી કેડેટ્સ દ્વારા વિવિધ કાર્યક્રમો અંતર્ગત રવિવારના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે સ્વચ્છતા અભિયાનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જેમાં એનસીસી કેડેટ્સ દ્વારા યુનિવર્સિટી કેમ્પસના વિવિધ ડિપાર્ટમેન્ટમાં સફાઈ અભિયાન કામગીરી હાથ ધરી કેમ્પસને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવ્યો હતો. એનસીસી ક્રેડેટસ દ્વારા હાથ ધરાયેલા આ સ્વચ્છતા અભિયાન ઝુંબેશમાં એનસીસી કેડેટ્સ સહિત સ્ટાફ પણ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...