આગના કારણે અફરાતફરી:પાટણમાં ચાર્જ થતા ઈલેક્ટ્રિક વાહનમાં આગ લાગતા ભડભડ સળગી ઉઠ્યું, જુઓ વીડિયો

પાટણ17 દિવસ પહેલા
  • ગણતરીની મિનિટોમાં જ વાહન બળીને ખાખ થયું

પેટ્રોલના ભાવમાં વધારો થતા અને સરકારની સબસિડી યોજનાના કારણે ઈલેક્ટ્રિક ટુ વ્હિલરના વેચાણમાં વધારો થયો છે. લોકો મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક સ્કુટર ખરીદી રહ્યા છે. તો બીજી તરફ ઈલેક્ટ્રિક વાહનોમાં આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આજે પાટણમાં ચાર્જ થઈ રહેલા એક ઈલેક્ટ્રિક ટુ વ્હિલરમાં આગ લાગી હતી.

ચાર્જીંગ દરમિયાન આગ લાગતા વાહન બળીને ખાખ થયુંપાટણની સુવિધિનાથ સોસાયટીમાં રહેતા હિતેશભાઈ રામલાલે પોતાની ઈલેકટ્રિક ટુ વ્હિલર સવારે ચાર્જીંગમાં મૂક્યું હતું. ચાર્જીંગના બે કલાક બાદ અચાનક વાહનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને આગ લાગી ગઈ હતી. આગ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બની જતા વાહન બળીને ખાખ થયું હતું.

આગ લાગવાનું કારણ અકબંધઈલેકટ્રિક વાહનમાં આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. પરંતુ, ગરમી અને ઓવર ચાર્જિંગના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ પ્રકારની ઘટનાઓને જોતા ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ કરતા લોકોએ સાવચેત રહેવું જરુરી બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...