સફળ સર્જરી:પાટણમાં 7 વર્ષીય બાળકીના અન્નનળીમાં ફસાયેલ સેલ એન્ડોસ્કોપીથી બહાર કાઠ્યો

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકી ઘરમાં રમતાં રમતાં બેટરીનો સેલ ગળી જતાં હોસ્પિટલ ખસેડાઈ

પાટણ શહેરમાં રહેતાં યોગેશભાઈ દવેની 7 વર્ષીય જયા સોમવારે ઘરમાં રમતી હતી ત્યારે બેટરીનો સેલ ગળી ગઈ હતી. તેને લઈ તેની તબિયત ઝાડા ઉલટી અને ગળામાં બળતરા થતાં બાળકીની માતાએ તાત્કાલિક ડોક્ટર હિતેશ પંચીવાલા ત્યાં લઈ ગયા હતા. ડોક્ટરે પ્રથમ બાળકીનો એક્સરે કરતાં અન્નનળીમાં બેટરીનો સેલ જોવા મળતાં ડોક્ટરે એન્ડોસ્કોપીની મદદથી સેલની બહાર કાઢી બાળકીને બચાવી લેવામાં આવી હતી. આ ઓપરેશનમાં કોઈપણ જાતના ચેકા વગર એન્ડોસ્કોપીની મદદથી કરવામાં આવ્યું હતું.

ડોક્ટરે વધુમાં જણાવ્યું કે બાળકોને સેલ,પેન કે ટાંક જેવી વસ્તુઓ રમવા માટે ન આપવી જોઈએ તેવી તકેદારી રાખવા પણ જણાવ્યું હતું અને તે ગળી જાય તો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...