કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો, ત્રણ લોકો સ્વસ્થ બન્યા

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 10,655 પર પહોંચ્યો

પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવનો બે દિવસ એક પણ કેસ નોંધાયો નહતો. ત્યારે આજે શનિવારે કોરોનાનો એક કેસ નોંધાયો છે. તેમજ ત્રણ લોકો કોરોનાને માત આપી સાજા થયા છે.

પાટણ જિલ્લાના શંખેશ્વરના કુંવર ગામે એક કેસ નોંધાયો
જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 10,655 પર પહોંચ્યો છે. તો ત્રણ સંક્રમિત દર્દીઓ સ્વસ્થ બન્યા છે. જયારે કુલ 108 લોકોનાં અત્યાર સુધી મોત નિપજ્યા છે. તેમજ 19 દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યાં છે. તો 1097 દર્દીઓનાં સેમ્પલ પેન્ડીગ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. શનિવારે પાટણ જિલ્લાના શંખેશ્વરના કુંવર ગામે એક કેસ નોંધાયો હતો. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 10,655 ઉપર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...