તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Case Has Been Registered Against Issam For Stealing Plain Soil Worth Rs 3.19 Lakh From The Border Of Balisana Village In Patan.

કાર્યવાહી:પાટણના બાલીસણા ગામની સીમમાંથી 3.19 લાખ રૂપિયાની સાદી માટી ચોરી કરનાર ઈસમ સામે ગુનો નોંધાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

પાટણ તાલુકાના બાલીસણા ગામની સીમમાંથી લાખો રૂપિયાની સાદી માટીની ચોરી કરાતી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતુ. જેમાં ચોરી કરનાર શખ્સ સામે રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

તળાવમાંથી મંજૂરી વિના રેતી કાઢતા હતા
પાટણના હમીદપુર ગામના પટેલ વિપુલ કાંતિલાલ નામના વ્યક્તિએ ગત બે દિવસો દરમિયાન બાલીસણાથી માતપુર જતા રોડ ઉપર આવેલ તળાવમાંથી મંજૂરી વિના રેતીનું ઉતખનન કરી ગેરકાયદેસર રીતે રૂ.3,19,725 ની 1817 મે.ટન ખનીજ સાદી માટીની ચોરી કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતુ. આ અંગે પાટણ ખાણખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પરેશભાઈ પટેલે બાલીસણા પોલીસ મથકે તેઓની સામે પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તાપસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...