તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાકાબંધી:જાળેશ્વર પાલડી નજીક પોલીસને જોઈ ભાગેલી દારૂ ભરેલી કાર પલટી

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ- ડીસા હાઇવે પર પોલીસ જોઇને કારને રિવર્સ ચલાવતા કાર પલ્ટી ખાઇ ગઇ હતી. જે કારમાંથી દારૂ સાથે બાડમેરનો શખ્સ ઝડપાતાં કાર સહિતનો મુદ્દામાલલ કબજે લઈ ગુનો નોંધ્યો છે.

સરસ્વતી તાલુકાના જાલેશ્વર પાલડી નજીક ગુરૂવારે સવારે પોલીસ નાંકાબંધીમાં હતી ત્યારે પોલીસની ગાડીને જોઇને વિદેશી દારૂ ભરેલી કારે રીવર્સ દોડાવતાં ડીવાઇડર સાથે અથડાઈ પલ્ટી ખાઇ ગઇ હતી. કારમાંથી મોટા ભાગની દારૂની બોટલો ફુટી ગઇ હતી. કારમાંથી વિદેશી દારૂની 124 બોટલ (કિ.રૂ.26700) અને કાર જપ્ત કરી સરસ્વતી પોલીસે સેન અશોકકુમાર ચુનારામ (રહે.નેત્રોડ તા.ચોહટન જિ.બાડમેર) સામે પ્રોહીબીશન એકટ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...